કોરોના રસી શાળામાં | corona vaccine in school
કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ ટ્વીટ કર્યું છે કે “બાળકો સુરક્ષિત છે, તો દેશનું ભવિષ્ય સુરક્ષિત છે ! 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોને કોરોના રસીકરણ માટે સરકાર તત્પર બની છે, ત્યારે આપણી શાળાના બાળકો પાછળ નહિં રહે એનો મને વિશ્વાસ છે.
કેન્દ્રીય આરોગ્ય સચિવના કહેવા મુજબ 15-18 વર્ષ વય જૂથના બાળકોને અત્યારે માત્ર ભારત બાયોટેક કંપની દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘Covaxin’ ના ડોઝ આપવામાં આવશે.
કોણ રસીકરણ લઈ શકે ? 2007 કે તે પહેલા જન્મેલા બાળકો, જે 15 વર્ષથી વધુના છે. 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને રસી આપવામાં આવશે નહીં.
રજીસ્ટ્રેશનની પ્રક્રિયા: 15-18 વર્ષની વયના બાળકો માટે રસીનું રજીસ્ટ્રેશન કરવા મોબાઇલ નંબર, આધારકાર્ડ/સ્કૂલ આઈડી કાર્ડની જરૂર પડશે.
બાળકોએ નાસ્તો કરીને આવવાનું રહેશે. રસીની અસર જોવા માટે બાળકોને અડધા કલાક સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે.
COVID-19 રસી
તમારુ COVID-19થી બીમાર થવાનું જોખમ ઘટાડે છે.
જો તમને COVID-19 નો ચેપ લાગે તો તમને અત્યંત બીમાર થવા સામે રક્ષણ આપે છે.
તમામ રસીઓની જેમ જ, કેટલાક લોકોને COVID-19 રસી લીધા પછી અમૂકને સામાન્ય અસરોનો અનુભવ થઇ શકે છે. જેમકે-
•ઈન્જેક્શન લીધું હોય ત્યાં દુખાવો
•થાક
•સ્નાયુઓમાં કળતર
•તાવ આવવો અને ઠંડી લાગવી
•સાંધાનો દુખાવો.
જો તમને COVID-19 રસી વિશે કોઇ ચિંતા હોય તો, તમારે તમારા ડૉક્ટર જોડે વાત કરવી જોઇએ.
પણ હું તમને તેની અસરકારકતા વિશે ચોક્કસ જણાવવા માગીશ કે
- વિશ્વભરમાં લાખો લોકોને રસી અપાતાં, રસી દ્વારા કેટલું સારું રક્ષણ મળે છે તેની સમજ તાજા સંશોધન પરથી જાણી શકાઈ છે.
- સંપૂર્ણ રસીકરણ પામેલા લોકોને COVID-19નો ચેપ લાગવાની, તેમના દ્વારા COVID-19 ફેલાવાની અથવા તેમની અત્યંત બીમાર થવાની અને હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.
તો આવો દોસ્તો રસી મુકાવો અને સ્વસ્થ શાળાને સાકાર કરી "સુરક્ષિત ભાવી, ઉજ્જ્વળ ભાવી " તરફ આગળ વધો.
છેલ્લે વાલીઓને મારી એટલી વિનંતિ કે, " તમારા બાળકને સુપર બોય બનાવો , નહિતર સુપર સ્પ્રેડર" .
પરેશસર, રાજમાતા હાઈસ્કૂલ, માણસા.
http://eduwithpareshsir.blogspot.com
No comments:
Post a Comment