SSC INTERNAL MARKS SOFTWARE

SSC INTERNAL MARKS SOFTWARE  

ધોરણ10 ના વર્ગ શિક્ષક મિત્રો ને ઇન્ટરનલ માર્કસ ની ગણતરી કરવામાં ઉપયોગી બને તેવું SSC Internal marks calculator બનાવેલ છે.

    આ કેલ્ક્યુલેટર ની મદદથી આપ સરળતાથી દરેક વિષય માટે 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન પત્રક સરળતાથી બનાવી શકશો , તેમજ જ્યારે બોર્ડની સાઈટ પર ઇન્ટર્નલ માર્કસની એન્ટ્રી ઓનલાઇન કરવાની થાય ત્યારે સરળતાથી માર્ક એન્ટર કરી શકો તે માટે તમને મદદરૂપ બને તેવી ફાઈલ પણ બનાવી શકશો.


 
આ માટે તમારે Entry School તથા Entry Stu વર્કશીટમાં માહિતી દાખલ કરી Entry Marks માં પ્રથમ કસોટી , દ્વિતીય કસોટી તથા નોટબુક સબમીશન - વિષય સંવર્ધન ના ગુણ દાખલ કરવાના રહેશે. તેમજ સ્વાસ્થ્ય અને શા.શિ. ના બોર્ડ પરિક્ષાના થીયરી અને પ્રેક્ટિકલના ગુણ દાખલ કરવા Entry Yog S.S. શીટ નો ઉપયોગ કરવાનો રહેશે. Entry માટેની આ તમામ વર્કશીટ ના ટેબ પીળા રંગના હશે.
પ્રિન્ટ માટેની તમામ વર્કશીટ ના ટેબ કેસરી રંગના હશે. જેમાં તમારે કશું કરવાનું નહીં હોય માત્ર તેની પ્રિન્ટ જ કરવાની રહેશે. છેલ્લે બોર્ડની સાઇટ પર 20 ગુણનું આંતરિક મૂલ્યાંકન ની ડેટા એન્ટ્રી કરવામાં આપને સરળતા રહે તે માટે Print Online INT ની પ્રિન્ટ કરી લેશો.
        કોઈ પણ ક્ષતિ જણાય તો કોમેન્ટ માં જણાવી શકો છો.     
        શક્ય હોય ત્યાં સુધી કોપ્મ્યુટર/ લેપટોપ માં કામ કરશો.     ..............પરેશભાઈ પ્રજાપતિ.
 

SSC INTERNAL MARKS SOFTWARE 




No comments:

Post a Comment