Std 9 Science
IMP for Annual Test
Section B
નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક 25 થી 37 ના મુદ્દાસર ઉત્તર લખો: ( પ્રત્યેકના 2 ગુણ રહેશે, કુલ ગુણ 18 )
(કુલ 13 પ્રશ્નો માંથી કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખો)
Ch - 01
1. નીચે દર્શાવેલા તાપમાનો ને કેલ્વિન માપક્રમમાં ફેરવો: 1. 250 C, 2. 400 C, 3. 0 C, 4. 100 C, 5. 38 C, 6. -181 C, 7. 80 C, 8. 111 C 9. 25 C , 10. 373 C
2. નીચે દર્શાવેલા તાપમાનો ને મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો: 1. 273K, 2. 470K, 3. 300K, 4. 573K ,5. 293K, 6. 470K, 7. 473K, 8. 100K
3. વ્યાખ્યા આપો: ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બાષ્પીભવનગુપ્તઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન, દબાણ, ભેજ, પ્લાઝમા, ઊર્ધ્વીકરણ, પ્રસરણ
4. નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થાઓ કઈ હશે? 1. 25 C , 2. 0 C , 3. 100 C
5. વૈ. કારણ આપો:
1. ગરમ પાણી કરતાં વરાળથી વધુ દઝાય છે.
2. ઉનાળામાં સફેદ રંગના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
3. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે.
4. ખુલ્લી જગ્યા પર કપડા ઝડપથી સુકાઈ જાય છે.
6. ઊર્ધ્વપાતન એટલે શું ? રોજિંદા જીવનમાં વપરાતા બે પદાર્થના નામ આપો કે જેને ગરમ કરતાં ઊર્ધ્વપાતન થતું હોય?
Ch 2
1. સમાંગ અને વિષમાંગ મિશ્રણ માં વર્ગીકરણ કરો: પાણી+ખાંડ, પાણી+મીઠુ, પાણી+આલ્કોહોલ, કાર્બનડાયસલ્ફાઇડ+સલ્ફર, દૂધ+પાણી, પેટ્રોલ +કેરોસીન , સોડા ઓફર, હવા, વિનેગર, ગાળેલી ચા,
રેતી+મીઠુ,ખાંડ+મીઠુ, પાણી+તેલ, NaCl+Fe, ચાની ભૂકી+લોખંડનો ભૂકો, ખાંડ + સ્ટાર્ચ, લાકડું, જમીન,
2. તત્વ, સંયોજન, મિશ્રણ માં વર્ગીકરણ કરો:
સોડિયમ, સિલ્વર, ટિન, સિલિકોન , મરક્યુરી, હાઇડ્રોજન, લોખંડ, ઓક્સિજન
કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, ખાંડ, મીઠું
માટી, ખાંડનુ દ્રાવણ, કોલસો, હવા, રુધિર
3. નીચેનાને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકૃત કરો:
ઝાડનું કાપવું, પાણી ઉકાળીને વરાળ બનાવવી, કાગળ અને લાકડાનું સળગવું, પાણીમાં ક્ષારનું ઓગળવુ.
4. ક્રોમેટોગ્રાફીના અનુપ્રાણિત જણાવો.
5. તફાવત આપો : 1. સમાંગ મિશ્રણ - વિષમાંગ મિશ્રણ, 2. ધાતુ- અધાતુ
6. સેન્ટ્રિફ્યુગેશન પધ્ધતિનો સિધ્ધાંત જણાવો.
Ch 03
1. સૂત્ર એકમ દળ એટલે શુ? તે આણ્વીય દળથી કેવી રીતે અલગ છે?
2. રાસાયણિક સૂત્રો લખો:
સોડિયમ ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઈડ, સોડિયમ સલ્ફાઇડ, મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ, હાઇડ્રોજન સલ્ફાઇડ, મેગ્નેશિયમ ઓક્સાઈડ, મેગ્નેશિયમ ક્લોરાઈડ, કોપર નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ, સોડિયમ કાર્બોનેટ , એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઈડ, કેલ્શિયમ કાર્બોનેટ, પોટેશિયમ નાઇટ્રેટ
3. એક મોલ એટલે શું? તેનો એવોગેડ્રો અંક સાથેનો સંબંધ દર્શાવો.
4. ડાલ્ટન ના પરમાણ્વીય સિધ્ધાંતની બે મર્યાદાઓ જણાવો.
Ch 05
1. તફાવત: વનસ્પતિ કોષ- પ્રાણી કોષ
2. વૈ. કારણ 1. કણાભસૂત્રને કોષનુ પાવર સ્ટેશન (ઉર્જાઘર) કહે છે.
2. લાયસોઝોમને આત્મઘાતી અંગિકા કહે છે.
Ch 06
1. પેશી એટલે શું? પેશીનાં ઉદાહરણ આપો.
2. તફાવત: 1. કાસ્થી-અસ્થી, 2. જલ વાહક પેશી-અન્ન વાહક પેઢી
3. સંયોજક પેશી વિશે ટૂંકમાં જણાવો.
3. આકૃતિ દોરો : ચેતા કોષ
Ch 09
1. વ્યાખ્યા આપો: વેગમાન, વેગ
2. તફાવત આપો: 1. વેગ-ઝડપ, 2. વેગ-વેગમાન
3. બળનો આધાત એટલે શુ? SI એકમ જણાવો.
4. વૈ. કારણ: ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે.
Ch 10
1. ગુરુત્વાકર્ષણની સાર્વત્રિક નિયમની અગત્યના જણાવો.
2. તફાવત: 1. દળ-વજન, 2. G - g
3. દબાણ એટલે શું? તેનું સૂત્ર આપો? તેનો SI એકમ જણાવો,
Ch 11
1. ગતિઉર્જા એટલે શું ? તેના ઉદાહરણ આપો.
2. સ્થિતિઉર્જા એટલે શું ? તેના ઉદાહરણ આપો.
3. પાવર એટલે શું? તેના સૂત્ર તથા એકમ જણાવો.
4. દાખલા
Ch 12
1. તફાવત: 1.શ્રાવ્ય ધ્વનિ-અવશ્રાવ્ય ધ્વનિ, 2. સંગત તરંગ- લંબગત તરંગ
2. ધ્વનિની પ્રબળતા એટલે શુ? તે કઈ બાબતો પર આધાર રાખે છે?
Ch 13
1. તફાવત આપો: 1. તીવ્ર રોગો-હઠીલા રોગો, 2. ચેપી રોગો-બિન ચેપી રોગો
2. બેક્ટેરિયા, વાઇરસ, પ્રજીવ, ફૂગ થી થતા રોગોમાં વર્ગીકરણ કરો:
ટાઈફૉઈડ, કમળો, ટી.બી., કોરોના, દાદર, ખસ,
એઈડ્સ, કોલેરા, ડેન્ગ્યુ, ન્યુમોનિયા, સ્વાઈન ફ્લુ
3. વાઈરસથી બચવાના ઉપાયો જણાવો
4. ચેપી રોગોની ઘટનાઓને ઘટાડવા માટે તમે તમારી શાળામાં શું સાવચેતી લેશો?
Ch 14
1. ગ્રીન હાઉસ અસર શું છે? બે ગ્રીન હાઉસ વાયુઓની યાદી આપો.
2. ઓઝોન અવક્ષયની હાનિકારક અસરો લખો.
3. ઓઝોન નું મહત્વ સમજાવો
4. જીવન માટે પાણી આવશ્યક છે શાથી?
Ch 15
1. વૈ. કારણ આપો : પાકની ફેરબદલી કરવી જોઈએ
2. તફાવત: 1.મિશ્ર પાક પધ્ધતિ- આંતર પાક પધ્ધતિ,
3. ખરીફ પાક એટલે શું? ઉદાહરણ આપો.
4. રવિ પાક એટલે શું? ઉદાહરણ આપો.
5. આપણને અનાજ, દાળ, ફળો, શાકભાજીમાં શું મળે છે?
6. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદન ને નુકસાન પહોંચડે છે?
7. બૃહદ કે ગુરુ પોષક તત્વો એટ્લે શું? તેને શા માટે ગુરુ પોષક તત્વો કહે છે.
8. ખેતરમાં સેંદ્રિય ખાતર નો ઉપયોગ શા માટે કરાય છે?
Ajmerimunaf
ReplyDelete