Std 10 Gujarati
ગુજરાતી વ્યાકરણ
4. જોડણી ભેદ Jodani bhed
અકસ્માત્ – એકા એક ,અણધાર્યું |
અકસ્માત – અણધાર્યો બનાવ |
અભિનય – અદાકારી |
અભિનવ – તદ્દન નવું |
અનિલ – પવન |
અનલ – અગ્નિ |
અલી – સખી , સ્ત્રી ને સંબોધન |
અલિ – ભમરો |
અસ્ત્ર – ફેંકવાનું હથિયાર |
શસ્ત્ર – હાથથી લડવાનું હથિયાર |
અબજ – સો કરોડ |
અજબ – આશ્ચર્યચકિત |
અવર – બીજું |
અવળ – અવળું |
અહિ – સાપ |
અહીં – આ જગાએ , આ સ્થળે |
અનુસાર – પ્રમાણે |
અનુસ્વાર – એક લિપિ ચિહન |
આજ – આજે |
આ જ – બીજું નહીં |
આકરું – કઠણ |
આકળું - ઝટ ગુસ્સે થનાર |
આરસ – સંગેમરમર |
આળસ – સુસ્તી |
આકરો – સખત |
આકડો – એક વનસ્પતિ |
આર – કાંજી |
આળ – આરોપ |
આખો – અખંડિત |
આંખો – નયન |
આખું – અખંડ , ભાંગ્યા વગરનું |
આખુ – ઉંદર |
આદિ – વિગેરે |
આદી – આદત, ટેવ, વ્યસન |
અપેક્ષા – આશા , ઈચ્છા |
ઉપેક્ષા – તિરસ્કાર |
અપકાર – અનુપકાર , હાનિ |
ઉપકાર - ભલું કરવું તે , કલ્યાણ |
અપમાન – તિરસ્કારભર્યો વર્તાવ |
ઉપનામ – તખલ્લુસ |
અંશ – ભાગ |
અંસ – ખભો , ઔંસ – વજનનું એક માપ |
અંગૂર – દ્રાક્ષ |
અંગુર – રૂઝવા આવેલી નવી ચામડી |
|
|
|
|
ઈનામ – બક્ષિસ |
ઈમાન – પ્રામાણિકતા |
ઉછરે – વિકસિત થાય |
ઉછળે – કૂદે |
ઉરુ – વિશાળ |
ઊરુ – જાંઘ |
ઊછરવું – મોટા થવું |
ઊછળવું – કૂદવું |
ઉપહાર – ભેટ |
ઉપાહાર – નાસ્તો |
ઉગાડવું – ઊગે તેમ કરવું |
ઉઘાડવું – ખોલવું |
ઉદર – પેટ |
ઉંદર – એક પ્રાણી |
ઊડી – હવામાં અધ્ધર ગઈ |
ઊંડી – સપાટીની નીચે સરકતી |
ઋત – દૈવી નિયમ |
રૂત – રૂ રૂટ- માર્ગ |
કલિ – કળિયુગ |
કળી – અણ ખીલ્યું ફૂલ |
કડુ – કડવી ઔષધ |
કડું – હાથનું ઘરેણું |
કઠોર – કઠણ |
કઠોળ – દ્વિદળ અનાજ |
કળ – યુક્તિ |
કર – હાથ , ટેક્સ |
કાળી – કાળા રંગની |
કારી – યુક્તિ |
કેશ – વાળ |
કેસ – મુકદમો |
કેરી – આમ્રફળ |
કૅરી – ની પ્રત્યય |
કેળાં – કેળના ફળ |
કેરાં – કેરડીના ફળ |
કાલુ – માછલી |
કાલું – કપાસનું જીંડવું |
કુલ – એકંદર , કુળ |
કૂલ – કિનારો |
કંસારી – એક જીવડું |
કંસારિ – કૃષ્ણ |
કૂચી – મહોલ્લો |
કૂંચી – ચાવી |
કુજન – ખરાબ માણસ |
કૂજન – મધુર ગાવું તે |
કૃતજ્ઞ–નમકહલાલ (ઉપકારનો બદલો ઉપકારથી) |
કૃતધ્ન-નમકહરામ(ઉપકારનો બદલો અપકારથી) |
કૃશ – પાતળું , ક્ષીણ |
કુશ – ડાભ, એક જાતનું ઘાસ |
કોષ – ભંડાર , ખજાનો કોશ – ભંડોળ |
કોસ – કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન, ગાઉં |
|
|
|
|
ખરું – સાચું |
ખળું – અનાજ મસળવાની જગ્યા |
ખચિત – જડેલું |
ખચીત – ચોક્કસ , જરૂર ,અવશ્ય |
ખાધ – ખોટ |
ખાદ્ય – ખાવાનું |
ખાંસી – ઉધરસ |
ખાસી – બરોબર , યોગ્ય |
|
|
|
|
ગર – ફળનો અંદરનો ગર્ભ |
ઘર – મકાન |
ગણ – સમૂહ , વર્ગ |
ઘણ – મોટો ભારે હથોડો |
ગાડાં – વાહન |
ગાંડાં – મગજ ચસકેલા |
ગિરિ – પર્વત |
ગીરી – એક પ્રત્યય |
ગેરુ – લાલ માટી |
ઘેરુ – કિડાએ કરેલો લાકડાનો ભૂકો |
ગૂણ – થેલો |
ગુણ – સદગુણ , માર્કસ , લક્ષણ, સ્વભાવ |
ગૉળ – ખાદ્ય પદાર્થ |
ગોળ – ગોળાકાર |
ગોળ – ગોળાકાર , ગળ્યો પદાર્થ |
ગોલ – હોકીની રમતમાં થતો ગોલ |
ગોર – પુરોહિત |
ઘોર – ભયંકર |
ગો દાન – ગણું દાન |
ગોદામ – ગોડાઉન, ગોદી |
ગ્રહ – સૂર્યની ફરતે ફરનાર |
ગૃહ – ઘર |
|
|
|
|
ઘા – વાગવાથી પડતો ઘાવ |
ધા – મદદ માટેનો પોકાર |
|
|
ચૂક – ભૂલ |
ચૂંક – ઝીણી ખીલી |
ચારુ – સુંદર |
ચારું – ખોદીને પડતર રાખેલું |
ચાંપવું – દબાવવું |
ચોપવું – રોપું, રોપવું |
ચીર – વસ્ત્ર, ફાડ , તરડ |
ચિર – લાંબા સમયનું |
ચિતા – ચેહ |
ચિંતા – ફિકર |
ચગુ – ચંચળ |
ચગું – કાદવ |
|
|
|
|
|
|
છળ – કપટ , છેતરપિંડી |
સળ – ગેડ કે દબાણનો કાપો |
|
|
જળ – પાણી |
જર – પૈસો |
જડવું – સજ્જડ, બેસાડવું |
જડવું – પ્રાપ્ત થવું |
જાન – જીવ, પ્રાણ |
જાણ – પરિચિત |
જિન – જૈન તીર્થંકર , કપાસ લોઢવાનું કારખાનું |
જીન – ઘોડાનું પલાણ |
જીત – ફતેહ , વિજય |
જિત – જિતાયેલું |
જુઓ – દેખો |
જૂઓ – જૂ નું બ.વ. ; જુવો – એક જીવડું |
જુવાર – જાર એક અનાજ |
જુવાળ – ભરતી ( ઝાર) |
જોસ – જુસ્સો, ઉછાળો |
જોષ – ગ્રહો પરથી જોવાતું ભવિષ્ય |
જેર – વશ , તાબે , પરાજીત |
ઝેર – વિષ |
ઝાડ – વૃક્ષ |
જાડ્(ય) – જાડાપણું, જાડાઈ |
ઝાળ – જ્વાળા |
જાળ – માછલી પકડવાનું સાધન |
|
|
|
|
ટુક – ટુકડો |
ટૂક –ટોચ |
|
|
તરસ – દયા |
તરશ – પાણી પીવાની ઈચ્છા |
તરવું – પાણી ઉપર રહેવું |
તળવું – કકડાવેલા તેલમાં પકવવું |
તરી – મલાઈ |
તરિ – હોડી |
તરણી – હોડી |
તરણિ – સૂર્ય |
તક્દીર – નસીબ |
તકસીર – ભૂલ |
તેજ – પ્રકાશ |
તે જ – સિવાયનું કોઈ નહિ |
|
|
|
|
|
|
ડુંગળી – કાંદા |
ડુંગરી – ટેકરી |
દારુ – દેવદારનું ઝાડ |
દારૂ – મદિરા |
દામ – પૈસા , કિંમત , દોરડું |
ડામ – ગરમ ચાપકો દેવો |
દ્વિપ – હાથી |
દ્વીપ – બેટ , ટાપુ |
દિન – દિવસ |
દીન – ગરીબ |
દિશ – દિશા |
દીશ – સૂર્ય |
દિલ – હ્રદય |
ડિલ – શરીર |
દૂર – આઘું |
દુર્ – નઠારું , મુશ્કેલ (ઉપસર્ગ) |
દેવ – ઈશ્વર |
દૈવ – નસીબ |
|
|
|
|
|
|
નગરું – ગુરુ વિનાનું |
નઘરું – ઘર વિનાનું |
નશો – કેફ |
નસો – રગ, લોહી લઈ જતી નળીઓ |
નાસ્તો – શિરામણ |
નાસતો – દોડતો , ભાગતો |
નામિ – નમાવીને |
નામી – ખ્યાતિ વાળા |
નાર – સ્ત્રી |
નાળ – લાંબી પોલી નળી |
નિશ્ચિત – નક્કી કરેલું |
નિશ્ચિંત – ચિંતા વગરનું |
નિધન – મૃત્યુ |
નિર્ધન – ગરીબ |
નિંદવું – નિંદા (વગોવણી) કરવી |
નીંદવું – છોડ આસપાસનું નકામું ઘાસ દૂર કરવું |
|
|
|
|
|
|
|
|
પસંદ – ગમતું |
પ્રસન્ન – ખુશ |
પરૂ – પાચ |
પરું – ઉપનગર |
પરિણામ – ફળ |
પરિમાણ – માપ |
પહેલા – પ્રથમ |
પહેલાં – પૂર્વે |
પગલું – પગની છાપ |
ડગલું – બે ડગનું અંતર |
પાણી – જળ |
પાણિ – હાથ |
પાશ – ફાંસો , ગાળિયો |
પાસ – સફળ |
પાલિ – એક પ્રાચીન ભાષા |
પાલી – નાનું પ્યાલું , ઝીણાં પાંદડા |
પિયુ – પતિ |
પિયું – હદ |
પીતા – પાતળા ટુકડા |
પિતા – બાપ |
પુર – નગર, શહેર |
પૂર – રેલ ,જળ સંકટ , પૂરેપુરું |
પુરી – વાનગી |
પૂરી – નગરી |
પુષ્ટ – જાડું |
પૃષ્ટ – પીઠ, પૂછાયેલું, |
પુષ્કર – પાણી |
પુષ્કળ – ખૂબ |
પુંજ – ઢગલો |
પૂંજ – મીઠું , મીંડું , અનુસ્વાર |
પ્રસાદ – પ્રભુકૃપા |
પ્રાસાદ – મહેલ |
પોલ – પોલાણ , પિંજેલું રૂ |
પોળ – શેરી , દરવાજો |
પોશ – ખોબો |
પોસ/ પોષ – પોષ મહિનો |
પાંગરો – દોરી |
પાંગળો – અપંગ |
|
|
|
|
|
|
|
|
બે દરકાર – કાળજી વગરનું |
બેદરકાર – સ્વચ્છંદી |
બદરિ – બોરડી |
બદરી – વાદળ |
|
|
|
|
|
|
ભાગ – અંશ |
ભાંગ – એક વનસ્પતિ |
ભાલું – હથિયાર |
ભાલુ – રીંછ |
ભાત – ચોખા |
ભ્રાત – ભાઈ |
|
|
|
|
મળવું – ભેગા થવું |
મરવું – મરણ પામવું |
મતિ – બુધ્ધિ |
મતી - વાળી |
મદ્ય – દારૂ , મદિરા |
મધ – ગળ્યો પદાર્થ , વચ્ચે |
મજૂર – શ્રમજીવી |
મંજૂર – કબૂલ |
મઘરિ – ઇન્દ્રનો શત્રુ |
મગરી – મગરની માદા |
મજૂરી – વૈતરું , મહેનત |
મંજૂરી – સંમતિ , બહાલી |
માદા – સ્ત્રીજાત |
માંદા – બીમાર |
માગ – માંગ , રસ્તો |
માઘ – માહ મહિનો |
મીલ – વિરોધી જમાવટ, પ્રતિ પક્ષ |
મિલ – કારખાનું |
મેદની – ભીડ |
મેદિની – પૃથ્વી |
મેશ – કાજળ |
મેષ – ઘેટો એક રાશિ |
મુદ્દા – મહત્વની બાબત |
મુદા – આનંદ |
મુદ્રા – છાપ |
મુદ્દા – ફકરા , વિચારોની નોધ |
મુરત – મુહૂર્ત |
મૂરત – મુર્તિ |
મૉર – આંબાની મંજરી |
મોર – પક્ષી ની એક જાત |
|
|
|
|
રતિ – આશક્તિ , પ્રેમ |
રતી – ચણોઠી |
રાસ – કુદીને ગાવાની એક રીત |
રાશ – દોરડું , વ્યાજમુદ્દલ |
રાશિ – ઢગલો |
રાશી – ખરાબ |
રોજ – હંમેશ |
રોઝ – એક જંગલી પશુ |
|
|
|
|
લતા – વેલ |
લત્તા – મહોલ્લો, પોળ |
લક્ષ્ય – ધ્યેય |
લક્ષ – લાખ |
|
|
વદિ – વદ, કૃષ્ણ પક્ષ |
વદ્દી – વધ |
વધુ – વધારે |
વધૂ – વહુ , પત્ની |
વહુ – પત્ની |
વહું – ઊંચકું , ખમું |
વાગ – વાણી |
વાઘ – એક પ્રાણી |
વાગે – ઇજા થાય |
વાગ્યે – સમય થયે |
વારિ – પાણી |
વારી – ક્રમ |
વાલ – એક જાતનું કઠોળ |
વાળ – કેશ |
વાલી – પાલક, રક્ષક |
વાલિ – સુગ્રીવનો મોટો ભાઈ |
વિષ – ઝેર |
વિશ – ખ્વાઇસ / વીસ – 20 |
વિધી – વિધાતા |
વિધિ – ક્રિયાકાંડ |
વિસાત – મહત્વ , કિંમત |
વિષાદ – નિરાશા , ખેદ |
વ્હેણ – પ્રવાહ |
વેણ – વચન |
|
|
|
|
શરૂ – એક જાતનું ઝાડ |
શરુ – આરંભ , ચાલું |
શર – બાણ |
સર – સરોવર |
શત – સો (100) ,છત- ધાબું |
સત – સાચું , સારું |
શરત – હોડ , કરાર |
સરત – ધ્યાન , સ્મૃતિ ,નજર |
શમાવવું – શાંત કરવું |
સમાવવું – સમાવેશ કરવો |
શાન – સિકલ , ભભકો |
સાન – ઈસારો , સમજણ |
શાપ – બાદ દુઆ |
સાપ – સર્પ, ભૂજંગ |
શાલ – ગરમ વસ્ત્ર |
સાલ – વરસ |
શાર – કાણું , છિદ્ર |
સાર – બોધ, સત્વ , તાત્પર્ય , સારું |
શાખ – સાક્ષી , આબરૂ |
સાખ – ઝાડ ઉપરનું પાકું ફળ |
શાદી – લગ્ન |
સાદી – સરળ , આસાન |
શાયર – કવિ |
સાયર – સાગર |
શાન્ત – શાંતિવાળું |
સાન્ત – અંતવાળુ |
શાળ – ડાંગર |
સાળ – કાપડ વણવાનું ઓજાર |
શેઢો – ખેતરની ચોમેરની છોડાતી પટ્ટી |
છેડો – પાલવ |
શેર – એક તોલ માપ |
સેર – માળા |
શીલ – વર્તન |
સીલ – મહોર મારવાની ક્રિયા |
શિંગ – શિંગડું |
સિંગ – કઠોળ ના દાણા ભરેલી રચના |
શિલા – મોટો પથ્થર |
શીલા – ચારિત્ર્યવાન સ્ત્રી |
શુકર – આભાર , ઉપકાર |
શૂકર – ભૂંડ |
શંકર – મહાદેવ |
સંકર – મિશ્રણ |
સફળ – સફળતા મેળવવી , ઉત્તીર્ણ |
સફર – મુસાફરી |
સર્જન – વાઢ કાપના નિષ્ણાત ડોક્ટર |
સર્જક – સર્જન કરનાર |
સલીલ – ક્રીડાવાળું |
સલિલ – પાણી |
સરકસ – તમાશો |
સરઘસ – પ્રસંગે નીકળેલું ટોળું |
સ્વગત – મનમાં કહેવું |
સ્વાગત – આવકાર |
સાજ – શણગાર |
સાંજ – સંધ્યાકાળ |
સાવજ – સિંહ |
સાવ જ – નહીં જેવું |
સારું – ભલું , શુભ |
સારુ – માટે |
શીત – ઠંડુ ; સીત – કોષ, હળપૂણી |
સિત – સફેદ , શ્વેત |
સિંગલ – એકલું |
સિગ્નલ – રેલગાડી માટેનો હાથો |
સુણવું – સાંભળવું |
સૂણવું – સોજો આવવો |
શુક – પોપટ |
સૂક – સુકાયેલુ |
શૂરા – બહાદૂર |
સુરા – મદિરા, દારૂ |
સુતર – સહેલું |
સૂતર – રૂ કાંતીને કાઢેલો તાર |
સૂવા – ઊંઘવા |
સુવા – એક વનસ્પતિ |
સૂજ – સોજો |
સુજ/સૂઝ – સમજણ , ગમ |
સુરત – શહેરનું એક નામ |
સૂરત – ચહેરો |
સૂર – અવાજ , શૂર – પરાક્રમી |
સુર – દેવ |
શૂર – શૂરાતન |
શૂળ – કાંટો |
સુત – પુત્ર |
સૂત – સારથિ |
સુતક – સારી તક |
સૂતક – આભડછેટ |
સંચિત – સંઘરેલું |
સચિત – સાવધાન ; સંચિત – ભેગું કરેલું |
સંગ – સોબત , સહવાસ |
સંઘ – ટોળું |
સંભારવું – યાદ કરવું |
સંભાળવું – ધ્યાન રાખવું |
સંભાર – મસાલો |
સંભાળ – કાળજી |
સાંભળવું – કાનથી સૂણવું |
સાંભરવું – યાદ કરવું |
શોર – ઘોઘાટ, કોલાહલ |
સોર – કિનારો |
સોંપવું – સાચવવા આપવું |
સાંપડવું – પ્રાપ્ત થવું |
સ્તોત્ર – ઈશ્વરની સ્તુતિ |
સ્ત્રોત્ર – પ્રવાહ, ધોધ |
|
|
|
|
ક્ષુધા – ભૂખ |
સુધા – અમૃત |
હોશ – ભાન |
હોંશ – ધગશ |
હાંજા – હિંમત |
હાજા – સાજા |
હોંશ – ઉમંગ |
હોશ – ભાન |
હરિ – પ્રભુ |
હરી – જીતવું , કૂવાના પાણીથી પકવેલું |
હેવાન – પશુ |
શેતાન – તોફાની |
No comments:
Post a Comment