Gujarati-10 Rudhiprayog | રૂઢિપ્રયોગો

 Std 10 Gujarati 

ગુજરાતી વ્યાકરણ  

રૂઢિપ્રયોગો 

ધોરણ 10 ના પાઠ્યપુસ્તક માં આવતા રૂઢિપ્રયોગો ની યાદી અત્રે રજૂ કરેલ છે.👇

રૂ ઢિ પ્ર યો ગ

 eduwithpareshsir   

પાઠ – 1

1.   તાળી લાગવી - એકતાન થવું, લગની લાગવી

2.   ઈકોતેર કુળ તારવાં - નામ રોશન કરવું, બધા વડવાઓનો ઉદ્ધાર કરવો    

                                                  પાઠ – 2

1.    માથે બેસવું - સામે બેસીને કામનો આગ્રહ રાખવો

2.   ઉતારી પાડવું - માન ભંગ કરવો

3.   નાદ લાગવો - ધૂન લાગવી

4.   ઓળઘોળ થઇ જવું - ન્યોછાવર થઈ જવું

5.   જીવ ઊંચો થઈ જવો - ઉચાટ કે ચિંતા થવી

6.   ચોકી કરવી - દેખભાળ (નજર) રાખવી,

7.   નિશાન ઊંચું રાખવું - લક્ષ્ય કે ઉદ્દેશ્ય ચડીયાતું રાખવું

8.   ભારે હૃદયે - દુઃખી હૃદયે

9.   આંખ ભીની થવી - લાગણીસભર થવું

10. મોંમાં ઘી-સાકર - સુખદ આભારની લાગણી વ્યક્ત કરવી

11.  માથું ધુણાવવું - માથું હલાવી હા કે નાનો ઈશારો કરવો, સંમતિ આપવી

12. લક્ષ્યાંક પર પહોંચવું - અંતિમ લક્ષ્ય કે ઉદ્દેશ્ય સુધી પહોંચવું

13. ભેજામાં ભૂસું ભરાવું - મગજમાં ખોટું વહેમ ભરાવું

14. વટ પડી જવો - મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી

15. હલ્લો કરવો – ગુસ્સે થઈ હુમલો કરવો

16. ટાંકણા ટોચવાં - સતત ટોક ટોક કરવું

17. ઊંબરે ઊભવું - એક તરફ થઈ જવું, અલગ પડી જવું

18. રેસના ઘોડાની જેમ દોડાવવો - ઘોડા દોડની રેસ થાય તે રીતે બાળકને ભણતરની સ્પર્ધામાં સતત વ્યસ્ત રાખવો

19. ખોટું લાગવું - માઠું લાગવું, દુઃખ થવું

20. કરી છૂટવા તૈયાર રહેવું - મદદ કરવા તૈયાર રહેવું

21. ધૂંઆપૂંઆ થવું - મનમાં ગુસ્સે થવું, અકળાવું

22. છુટકારો થઈ જવો - મુક્ત થઇ જવું

23. ધ્યાન હટી જવું - નજર ખસી જવી, મહત્વ ના આપવું

24. ડોકિયું કરવું - ઉપર ઉપરથી જોઈ લેવું

25. વિષાદ ડોકાવો - ગભરામણ દેખાવી

26. સપનું પૂરું ન કરી શકવું - ઈચ્છા પૂરી ન કરી શકવી

27. અંધકાર ઉતરવો - રાતની શરૂઆત થવી

28. ખોટ પડવા ન દેવી - ઓછપ ન આવવા દેવી

                         

eduwithpareshsir

પાઠ - 3

1.    નામને રૂપ મિથ્યા કરવું - નિર્મોહી થઈને જીવવું

2.   તુરિયાનો તાર જાગી ઉઠવો - સમજણ શક્તિનો ઉદય થવો (ચોથી અવસ્થા બ્રહ્મ અવસ્થા)

3.   આઠે પહોરે આનંદમાં રહેવું  - સદાય દિવ્યાનંદ માં રહેવું , હંમેશા પ્રસન્ન રહેવું

eduwithpareshsir

પાઠ - 4

1.    હૃદય છલકાઈ જવું - આનંદિત થઈ ઉઠવું

2.   શિખરો સર કરવાં - સફળતા પ્રાપ્ત કરવી

3.   ધ્વજ ફરકાવવો - વિજય મેળવવો

4.   એળે જવું - વ્યર્થ જવું

5.   વાણી ખોવાઈ જવી - કાંઈ બોલવાનું ન સૂઝવું, મૌન થઈ જવું

6.   માગાં પાછાં ઠેલવાં - સગાઈ માટેની માંગણી મુલતવી રાખવી

7.   કાને પડવું - સાંભળવામાં આવવું

8.   શૌર્ય જાગવું - શુરાતનનો જુસ્સો ચડવો

9.   ભૂતકાળ બાદ કરવું - ભૂતકાળને ભૂલી જવું

10. ચસકી જવું - મગજ ઠેકાણે ન રહેવું

11.  જુનો સમય તાજો કરવો - ભૂતકાળની વાતો યાદ કરવી

12. પાછું ઠેલવું –અસ્વીકાર કરવો

eduwithpareshsir

પાઠ - 5

1.    માથે હાથ ફેરવવો - આશિષ આપવા

2.   હાથ દેવો - સહારો આપવો, હૂંફ આપવી

eduwithpareshsir

પાઠ - 6

1.    સૂગ હોવી - ચીતરી ચડવી, ચીડ ચઢવી

2.   મનના મેલા હોવું - ખરાબ દાનતના હોવું

3.   પરસેવો છૂટી જવો - ગભરામણ થવી

4.   સંકટ સમયની સાંકળ - મુશ્કેલીના સમયમાં ઉપયોગ કરવો

5.   મન ભાંગી પડવું - નિરાશ થવું

6.   સળી કરવીઅટકચાળું કરવું

7.   સમજણ છુટવી - ડહાપણ ન રહેવું

8.   દાવ પેચ રમવા - યુક્તિ પ્રયુક્તિ કરવી

9.   છળ કપટમાં રાચવું - છેતરવામાં વ્યસ્ત રહેવું

eduwithpareshsir

પાઠ - 7

1.    ગજ ગજ છાતી ફૂલવી - ખૂબ આનંદિત થવું, ગર્વ અનુભવવો

2.   ભગવું ભગવું ધ્યાન હોવું - ભગવાધારી સંતોનું ચિત્ત પરમાત્મામાં લીન હોવું

eduwithpareshsir

પાઠ - 8

1.    આચરણમાં મુકવું - પાલન કરવું, અમલમાં મુકવું

2.   કદર કરવી - લાયકાત જોઈ યોગ્ય બદલો આપવો, મહત્વ સમજવું

3.   ફાંફાં મારવા - વ્યર્થ પ્રયત્ન કરવો

4.   કશું ન વળવું - કોઈ ફાયદો ન થવો

5.   ત્યાગ કરવો - છોડી દેવું

6.   કારગત નીવડવું - સફળ થવું

eduwithpareshsir

પાઠ - 10

1.    મજા લુંટવી - ખૂબ આનંદ લેવો

2.   લાલ કાર્પેટ બિછાવવી - સ્વાગત કરવું

3.   આંટી મારવી - ચડિયાતા થવું

4.   ઠરી ઠામ થઈ જવું - સ્થિર થઈને રહેવું

5.   ઓથ લેવી - સહારો લેવો

6.   જાદુઈ લાકડી ફરવી - ચમત્કાર કરવો

7.   સમીકરણ બદલી નાંખવું - વાતાવરણમાં પરિવર્તન આવવું

eduwithpareshsir

પાઠ - 12

1.    ઘી કેળાં હોવા - પૈસાદાર હોવું, માલામાલ હોવું

2.   અરેરાટી અનુભવવી - ત્રાસી જવું, દુઃખ અનુભવવું

3.   આર્થિક સંકળામણ હોવી - આર્થિક તકલીફ હોવી, ગરીબ સ્થિતિ હોવી

4.   નવે નેજાં પડવાંખૂબ તકલીફ પડવી

5.   હૃદય દ્રવી ઉઠવું - ખૂબ જ દુઃખી થવું

6.   સત્તર પંચા પંચાણું - અજ્ઞાની પ્રજાને છેતરવા માટે પ્રયોજાતું ખોટું ગણિત

7.   વૈતરું કરવું - થાકી જવાય એટલી મજૂરી કરવી

8.   પેટે પાટા બાંધવા - ભૂખ્યા રહીને, જીવન જરૂરિયાતો પર કપ મૂકી જીવવું

9.   આછું પાતળું ખાવું - ઓછુંવત્તું ખાવું

10. વર્ષ નબળું પડવું - પુરતો વરસાદ ન થતાં સારો પાક ન થવો

11.  દરિદ્રતાને પણ શરમ આવે એવું હોવું - અતિશય ગરીબાઈ હોવી

12. ભાંગી જવું - હતાશ થવું

13. બારમું કરવું - મરનારના બારમાં દિવસે શ્રાદ્ધક્રિયા કરવી

14. પેટમાં ખાડા પડવા - ખૂબ ભૂખ લાગવી

15. વેઠ કરવી - દિલ વિના ફરજીયાત કામ કરવું

16. મોંનો કોળીયો ઝુંટવી લેવો - ગરીબની આવક ઉચાપત કરવી

17. ગળે વાત ન ઉતરવી - સમજમાં ન આવવી

18. તકાદો કરવો - ઉઘરાણી માટે દબાણ કરવું, ચાંપતી ઉઘરાણી કરવી

19. દુઃખ રડવું - મુશ્કેલી જણાવવી

20. પૈસા વસુલ કરવા - પૈસા ચૂકતે કરવા

21. અંગુઠો પાડવો - ખત વગેરેમાં સહી તરીકે અંગુઠાનું નિશાન કરવું

22. પૈસા ખોટા કરવાની દાનત ન હોવી - કરજ ન ચુકવવાની ખરાબ વૃત્તિ ન હોવી

23. દુધે ધોઈને આપવું - પ્રમાણિકપણે આદરપૂર્વક આપવું

24. ચોપડો જુઠ્ઠું ન વાંચે - ચોપડામાં લખેલો હિસાબ ખોટો ન હોવો

25. લોહી ચૂસવું - આર્થિક શોષણ કરવું

eduwithpareshsir

પાઠ - 13

1.    હૈયું ઉઝરડાવું - મનમાં પ્રબળ વેદના થવી

eduwithpareshsir

પાઠ - 14

1.    ટાંટિયા વાળી દેવા - અપંગ બનાવવું

2.   પીછો પકડવો - સતાવવું, હેરાન પરેશાન કરી મુકવું

3.   લીલા સમેટાઈ જવી - કાર્ય પૂરું થવું (અહીં) પ્રસુતિની વેદના શમી જવી

4.   ટાચકા ફોડી નાંખવા - કટાક અવાજ સાથે પગના હાડકાં તોડી અપંગ બનાવવું

5.   ચીસ હવાને વીંધી જવી - દૂર સુધી કરુણ ચીસ સંભળાવી

6.   રુદનનો ભાર ઘૂમરીઓ ખાઈને વળગવો - રુદનને કારણે અંતરમાં વેદનાની ઘેરી અસર થવી

7.   સોનાને હિંડોળે ઝૂલવું – જાહોજલાલી ભોગવવી

8.   રુદન ગાજી ઊઠવું – પુષ્કળ રડવું

9.   સૂર ઘૂમી રહેવો – ચારે બાજુથી સૂર સંભળાવો

eduwithpareshsir

પાઠ - 15

1.    હૃદય ખોલવું - મનની વાત કે વ્યથા કોઈને કહેવી

eduwithpareshsir

પાઠ - 16

1.    મોળા પડી જવું - ઉત્સાહ ઓછો થઈ જવો

2.   અડવડિયું ખાવું - લથડિયું ખાવું

3.   હૈયે જડાઈ જવું - હૈયામાં યાદ રહી જવું

4.   નજર ઢળવી - નજર સ્થિર થવી

eduwithpareshsir

પાઠ - 18

1.    ચાલતા થવું – મૃત્યુ પામવું

2.   પગ જડાઈ જવા – પગ સ્થિર થઈ જવા , સ્તબ્ધ થઇ જવું

3.   પગ ઉપાડવો – ઝડપથી ચાલવું

4.   પગ ચાલુ જ હોવા – સતત ચાલતા જ રહેવું

5.   આંખો ભીની થવી – લાગણીશીલ થઇ જવું

6.   દાઝ ચઢવી – ગુસ્સો આવવો

7.   ડોકું હલાવવું – સંમતિ આપવી

8.   વાટો લાંબી પડવી – (અહી) વરસવા માટેનું વાતાવરણ ન હોવું

9.   મકાન ઉઠાવવા – ઘરબાર ખાલી કરવા

10. રેલ પથરાવવી – રેલવેના પાટા નંખાવવા

11.  નિસાસો પડવો – હૈયામાંથી હાય નીકળવી

12. ધરમમાં રાખવો – વગર પૈસે મફતમાં (ધરમના નામે) રાખવો

13. હાથ ન ધરવો – માગવું નહિ

14. ભૂખે ટેકને ઠોકરે ચઢાવી – ભૂખને કારણે વ્રત / ટેકને ન જાળવવી

15. લોચો વાળીને પડવું – ભૂખને લીધે ટૂંટિયુંવાળીને બેસવું

16. તૂટી જવું – મરી જવું

17. ખાટા કરી મૂકવું – નારાજ થઇ જવું

18. મહેરબાની ઉતરવી – કૃપા થવી, દયા દર્શાવવી

19. ટેકો ખોવો – આબરૂ ગુમાવવી

20. ખોબો કાણો હોવો – ગરીબાઈ હોવી

21. ચિડાઈ ઉઠવું – ગુસ્સે થવું

22. આત્માને ઓગળી નાખવું – માનપાન / સ્વમાન ગુમાવી દેવા

23. પાણી કરી દેવું – બરબાદ કરી દેવું

24. અસહ્ય થઇ પડવું – સહન ન થવું

25. તરણા તોલે હોવું – તદ્દન તુચ્છ હોવું, વિસાત વિનાનું હોવું

26. પેટિયું ન લેવું – ધર્માદામા અપાતું અનાજ ન લેવું

27. મોટાઈ માથે ચડાવવી – મહાનતાને માન આપવું

28. કપાળેય કાણું હોવું – કમભાગી કે કમનસીબ હોવું

29. દમ નીકળી જવો – થાકી જવું

30. કાળજાને ખોતરી ખાવું – હૃદયને દુઃખ પહોંચાડવું

31. મેઘરાજાએ ઊંઘી જવું – વરસાદ ન થવો

32. મોતનો વરસાદ વરસી રહેવો – પુષ્કળ માણસોના મૃત્યુ થવા

33. આંખો ભીની થવી – આંખમાં આંસુ આવવા

34. ડોક ફેરવવી – પાછળ વળીને જોવું

35. આગ ભરી આંખે – ક્રોધથી ધૂઆંપૂઆં થતી આંખે

36. કાંઈ ન વળવું – કાંઈ ફાયદો ન થવો

37. હાથ ઉગામવો – મારવા માટે હાથ ઉપર કરવો

38. ડૂસકું નીકળી પડવું – રડતાં રડતાં અવાજ રૂંધાવો

39. જીવ ખોવો – મૃત્યુ થવું

40. હાડમાંસ ગાળી નાંખવા – શરીર તદ્દન નિર્બળ થઇ જવું

41. અવાજ ઢીલો પડવો – મનથી નિર્બળ થઇ જવું, બોલવાની શક્તિ ન હોવી

42. જીવ ખાવો – જીદ કરવી, હઠ કરવી

43. ભાનમાં આણવું – ભાનમાં લાવવું

eduwithpareshsir

પાઠ – 19

1.    આભ રેલાઈ જવું – પુષ્કળ વરસાદ વરસવો

2.   કસ ન હોવો – કશો સાર ન હોવો 

eduwithpareshsir

પાઠ – 20

1.    ચકિત થઇ જવું – આશ્ચર્ય પામવું

2.   ગળે ઊતરવું – સરળતાથી સમજાઈ જવું

3.   ઠેકાણે પાડી દેવું – મારી નાખવું, પતાવી દેવું

4.   પીછો ન છોડવો – સતત આગ્રહ રાખવો

5.   કંઠી બંધાવવી – ગુરુ પાસેથી ધર્મની કંઠી પહેરાવવી

6.   ગુજરી જવું – મૃત્યુ પામવું, દેવલોક થવું

7.   આંખો ભરાઈ આવવી – રડી પડવું, આંખમાં આંસુ આવવા

8.   કારસો ઘડવો – પ્રપંચ કરવો, યુક્તિ કરવી

9.   ગંધ આવવી – અણસાર આવી જવો, ખબર પડી જવી

10. ચેતવી દેવું – સાવચેત કરી દેવું

11.  મુગ્ધ કરી દેવું – ચકિત કરી દેવું

eduwithpareshsir

પાઠ – 22

1.    થાકીને લોથ થઇ જવું – અતિશય થાકી જવું

2.   કંઠેવાં પ્રાણ આવવા – મરવા જેવુ થવું , ખૂબ જ મુશ્કેલ કાર્ય હોવું

3.   હાંજા ગગડી જવા – હિંમત ખતમ થઈ જવી , ખૂબ ગભરાઈ જવું

4.   ઘોડા ઘડ્યા જ કરવા – આયોજન કરવું, વિચારવું

5.   એળે ન જવું – વ્યર્થ ન જવું

6.   તલસી રહેવું – અધીરા થઇ જવું, આતુર થઇ જવું

7.   કૂચ કરવી – આગળ વધવું

8.   થાકીને લોથ થઇ જવું – થાકીને મરણતોલ થઇ જવું, અતિશય થાકી જવું

9.   ગૂંચાતા જવું – (અહી) ખૂંપતા જવું, વ્યસ્ત રહેવું

10. મનમાં રમી રહેવું – મનમાં સતત યાદ આવવું

eduwithpareshsir

પાઠ – 24

1.    સોંસરવું નીકળવું – મુશ્કેલીમાંથી સફળરીતે બહાર આવવું

2.   આંખો ફાટી જવી – આશ્ચર્યચકિત થઇ જવું

3.   પેટ દેવું – મનની વાત કહેવી

4.   હડી કાઢવી – દોટ મુકવી

5.   જીવતરના દાન દેવા – કુરબાન થઇ જવું

6.   મોળું ઓહાણ આપવું – માણસ નાહિંમત બને, ઢીલો પડે એવું કહેવું, કમજોર કરવો

7.   અર્ધા અર્ધા થવું – ચિંતાતુર થવું

8.   ખાટું મોળું થવું – બગડી જવું, ફરક પડવો

9.   આડાં ફરી વળવું – રોકવું, ન જવા દેવું

10. ચૂડલો અમર રાખવો – સ્ત્રીનું અખંડ સૌભાગ્ય જાળવવું

11.  રમણે ચડવું – જોસમાં આવવું

12. શોખ વળગવો – મનગમતી વસ્તુની ચાહ કે ઈચ્છા થવી

13. કારભાર હાથમાં આવવો – વહીવટ સંભાળવાની જવાબદારી આવી પડવી

14. ઝપાટા મોઢે વધ્યે જવું – ખૂબ ઝડપથી મોટા થવું

15. સારાં-મોળા ઓહાણ આવવાં – સાચા ખોટા વિચાર આવવા

16. મન પાછું પડવું – હા ન પાડવી, કબૂલ ન થવું

17. ગજર ભાંગવો – (અહી) સમય પૂરો થવો

18. બાથમાં ઘાલવું – ભેટવું, આલિંગન આપવું

19. ઘોડીને રમતી કરવી – ઘોડીને દોડતી કરવી

20. મૂંઝવણના વમળમાં ફસાવું – મૂંઝવણથી ઘેરાઈ જવું

21. કાહરી ન ફાવવી – કરામત કે કુશળતા વ્યર્થ જવી, ના ઈલાજ થઇ જવું

22. સાંબેલાની ધારે માથે મંડાવો – સાંબેલાની ધાર જેવો જાડી ધારે પુષ્કળ વરસાદ પડવો

23. કળી જવું – સમજાઈ જવું

24. જીવની જેમ જતન કરવું – વહાલથી કે મનથી સંભાળ લેવી

25. દીએ નો વધે એટલી રાતે વધે ને રાતે નો વધે એટલી દીએ વધે  - ખૂબ ઝડપથી મોટા થવું

26. પેટ દેવું – મનની વાત કહેવી

27. લીલાલહેર કરવી – મોજ મજા કરવી

28. મનનો ભાર હળવો કરવો – ચિંતા દૂર કરવી

29. એકના બે ન થવું – વાત પર મક્કમ રહેવું

30. છોકરમત કરવી – બાળક જેવી હઠ પકડવી

31. બોર આંસુ સરી પડવા – બોર જેવડાં આંસુ સરી પડવાં, પુષ્કળ રડવું

32. જીવતરના દાન દેવાં – કુરબાન થઇ જવું

33. બે ઘોડે રાહ / વાટ જોવી – આતુરતાથી રાહ જોવી

34. ઉપાધિનો પાર કરાવી મૂકવું – મુશ્કેલીમાં આવી પડવું 

                  eduwithpareshsir

1 comment: