Gujarati-10 Shabdsamuh |શબ્દસમૂહ

Std 10 Gujarati 
ગુજરાતી વ્યાકરણ
11.શબ્દસમૂહ ને બદલે એક શબ્દ:

શ બ્દ સ મૂ હો   મા ટે   એ ક   શ બ્દ      eduwithpareshsir

1.    લોભ જેનામાં ન હોય તેવી વ્યક્તિ – વણલોભી

2.   સૌની તરફ જોનાર સરખી દ્રષ્ટિ – સમદ્રષ્ટિ

3.   જન્મ આપનારી માતા – જનની

4.   સંસાર પ્રત્યે રાગ કે આસક્તિ ન હોવા તે – વૈરાગ્ય

5.   એવી જગ્યા જે પવિત્ર કે યાત્રા માટે જાણીતી હોય – તીર્થ

6.   એક સાથે જેમાં ઘણા દીવા રાખી શકાય તેવું કાચનું સુશોભન – ઝુમ્મર

7.   ચંદ્રના ઘાટની સોના-ચાંદીની ચકતી જેના પર અક્ષરો અંકિત કરી વિશેષ કાર્ય માટે વ્યક્તિઓને ભેટ આપવામાં આવે છે તે – ચંદ્રક

8.   જ્યાં હાથનો પંજો જોડાયેલો છે તે સાંધાવાળો ભાગ – કાંડું

9.   માન ઊતરી જતાં કે અપમાન થતાં મોંઢું ઊતરી ગયું હોય તે – નિમાણું

10.  લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક – લક્ષ્યાંક

11.  પ્રવાસના સ્થળે, સારાં હવા-પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ મકાન – સેનેટોરિયમ

12.  માણસ, ઘોડાં વગેરે દોડવા કૂદવા વગેરેની હરીફાઈ – રેસ

13.  જેમાં ભેળ (ભેગ) ન હોય તેવું – નિર્ભેળ

14.  મલીન નથી તે (મળ કે કચરા વગરનું) – નિર્મળ

15.  બીજાનું ભલું થાય એવું કરી છૂટવું તે – પરમાર્થ

16.  મનુષ્ય જીવનની જાગ્રત સ્વપ્ન અને સુષુપ્ત અવસ્થાથી પર ચોથી અવસ્થા – તુરીયાવસ્થા

17.  જગતમાં બધા પદાર્થોમાં એકાત્મભાવ – સર્વાત્મભાવ

18.  જેની પત્ની મૃત્યુ પામી હોય તેવો પુરુષ –વિધુર

19.  જેનો પતિ મૃત્યુ પામ્યો હોય તેવી સ્ત્રી – વિધવા

20. જોનો પતિ પરદેશ ગયો હોય તેવી સ્ત્રી – પ્રોષિતભતૃકા

21.  પાંખોવાળી દેવતાઈ સુંદરી – પરી

22. ચોક્કસ સમયગાળાનું – મુદતી

23. ખોટું, જેમાં ઇજા થાય એવું જોખમ – દુઃસાહસ

24. સગાઈ કરવાને વરવાળા તરફથી કન્યાવાળા સમક્ષ કન્યાની માગણી કરવી તે – માગું

25. વરદાન આપનારી દેવી – વરદાત્રી

26. માનવનું ભક્ષણ કરનાર – માનવભક્ષી

27. શારીરિક રીતે સશક્ત – ખડતલ

28. રૂવાડા ઊભા કરી ડે તેવું – રોમાંચક

29. મહેમાનોને ઉતારવા માટેનું સ્થાન – ગેસ્ટ હાઉસ

30. દેવોનો લોક – દેવલોક

31.  જમીન કે પહાડોમાંથી ઝરતો પાણીનો વહેરો – ઝરણું

32. આંખનો પલકારો – પલક

 

33. હ્રદયના ધબકારા આલેખતું યંત્ર – કાર્ડિયોગ્રામ

34. મહેમાનોની મહેમાનગતિ કરનાર – યજમાન

35. વૃદ્ધજનોને  રહેવાનુ સ્થળ – વૃદ્ધાશ્રમ , ઘરડાંઘર

36. કંપનીના શેરદીઠ અપાતું વ્યાજ – ડિવિડન્ડ

37. રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જીવાણુવાળું – વાઇરસ

38. વ્યંગમાં કહેવું તે – કટાક્ષ

39. જેની કોઈ સંભાળ રાખનાર નથી તે – અનાથ

40. જેનામાં કોઈ રોગ નથી તે – નીરોગી

41.  નવરાત્રીઓનો સમૂહ – નવરાત્રિ

42. અડગ રહેવું તે – મક્કમ

43. આંખ સામે ખડું થઈ જાય તેવું – તાર્દશ્ય , હૂબહૂ , આબેહૂબ

44. આંખને ગમી જાય તેવું – નયનરમ્ય

45. આંખ આગળનું – પ્રત્યક્ષ

46. આંખ સામેનું – સમક્ષ

47. આંખ થી દૂર – પરોક્ષ

48. પરિવાર જેવો સંબંધ – ઘરોબો

49. કાણાંવાળા ગરબામાં મૂકેલો દીવડો – ગર્ભદીપ

50. રત્નોના ભંડાર રૂપ સાગર – રત્નાકર

51.  ભીના વાળવાળી રૂપાળી સ્ત્રી – શ્યામા

52. ચોમાસાની રૂતુ ના ચાર માસ – ચતુર્માસ

53. ઢાંકવા તેમજ ઓઢવા માટે વપરાતું વસ્ત્ર – ઓછાડ

54. જ્યાં ઘણા રસ્તા મળતા હોય તેવું સ્થળ, રસ્તાનો છેડો – નાકું

55. સૂર્ય જેની પાછળ આથમે છે તે કાલ્પનિક પર્વત – અસ્તાચળ

56. પૃથ્વી અને આકાશની જ્યાં સંધિ દેખાતી(મળતા) હોય છે તે રેખા – ક્ષિતિજ

57. વનની સંપત્તિ – વનસંપદા

58. મનને હરી લે તેવું – મનોહર

59. શબ્દ પોતાનો સંપૂર્ણ અર્થ આપવાને બદલે તેનો આછો ખ્યાલ આપે તે – અર્થચ્છાયા

60. અંધારામાં જેના પાસામાંથી લીલો પ્રકાશ થયા કરતો જોવા મળે તે પતંગિયુ – આગિયા

61.  કોઈ ખાસ પ્રસંગે ગામમાં નીકળેલો લોકસમુદાય – સરઘસ

62. ત્રણ કલાકનો સમય ગાળો / સદા સાત ઘડી – પ્રહર

63. ખેડૂતને જમીન ખેડવા આપી હોય એના પેટે ભાડું આપવાનો લેખ – ગણોત

64. લેણાં પેટે નીકળતાં નાણાંની વારે ઘડીએ કરવામાં આવતી માંગ – ઉઘરાણી

65. મુસાફરીમાં સાથે લીધેલું ખાવાનું ભોજન – ભાથું

66. લીલા ચણાનો પોપટાનો પોંક – ઓળો

67. બાગ, બગીચો , ફળઝાડનું ખેતર કે જ્યાં રહેવાની સગવડ હોય  વાડી

68. સાંકડો પગ રસ્તો – કેડી

69. ઢોર ને બાંધવાની જગ્યા – કોઢાર

70. પવન કે પાણીના વાહનની વિરુદ્ધ દિશાએ – ઉપરવાસ

71.  નદીની કાંકરાવાળી જાડી રેતી – વેકુર

72. ગાયોનું ચરાવવા લઈ જવાતું ટોળું – ધણ / ગોધણ

73. ગાયોને ચરાવવા લઈ જવાની જગ્યા – ગોચર

74. આર્થિક બદલો આપ્યા વિનાની મજૂરી – વેઠ

75. વગર મહેનતાણાથી કામ કરનાર – વેઠિયો

76. રોજી-રોટી કે પેટના માટે મજૂરી કરનારું – પેટિયું

77. વ્યાજે નાણાની આપલે કરવી તે – ધીરધાર

78. દુઃખને લીધે ઊંહકારા ભરવા – કણસવું

79. શારીરિક તેમજ માનસિક દુઃખ – વ્યથા

80. માણસોનો સમૂહ – મેળો

81.  જેની જ્યોત હાલકડોલક થતી હોય તેવો દીવો – ફગફગિયો દીવો

82. જરીબુટ્ટાના વણાટનું એક જાતનું કાપડ – કિનખાબ

83. એકસામટું વરસાદનું જોરભેર વરસવું – ઝડી

84. જન્મદિવસ નિમિત્તે ઉજવાતો ઉત્સવ – જન્મોત્સવ

85. અજમો, કોપરું, ખસખસ, સવા અને સૂંથના ભૂકા(પાવડર)માં ખાંડ ભેળવી કરેલું મિશ્રણ – પંચાજીરી

86. ઠાકોરજીને ધરાવવામાં આવતી વિવિધ વાનગીઓ – અન્નકૂટ

87. માણસોની અવરજવર વિનાનું – વિજન

88. સળગાવેલ સુગંધિત પદાર્થમાંથી નીકળતો સુગંધિત ધુમાડો – ધૂપ

89. ખેતર કે ગામ ની હદ – સીમ

90. ઊંચે જઈ રહેલી સ્થિતિ – ઉન્નતિ

91.  શબને ઓઢાડવાનું લૂગડું – કફન

92. ધર્મ તથા પુણ્ય થાય એ હેતુથી અપાયેલુ દાન કે સખાવત – ધર્માદું, ધર્માદો

93. દીન ભૂખ્યાને જ્યાં રોજ અન્ન અપાય છે તે સ્થળ – સદાવ્રત

94. છડ્યા વગરના ચોખાના આખા દાણા – શાળ, ડાંગર

95. કણસલાંને ખૂંદીને કે ઝૂડીને અનાજ કાઢવાની જગ્યા – ખળું

96. બીજાનું સારું જોઈને થતી દ્વેષની લાગણી – અદેખાઈ

97. અનાજ ખાંડવા માટે બનાવેલું લાકડા કે પથ્થરનું પાત્ર – ખાંડણિયું

98. અનાજ ભરવાનો ઓરડો – વખાર, ભંડાર, કોઠાર

99. બે ખેતર વચ્ચેની હદનો પટ્ટો/ખેતરની ચોમેર ખેડયા વિનાની છોડાતી પટ્ટી , જ્યાં ઘાસ ઊગે છે – શેઢો

100.     પહેરેલા કપડાનો ઝુલતો છેડો – ફડક

101.     સગાં-વહાલાંમાં જન્મ-મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેટ – સૂતક

102.    મરણ પાછળ રોવું, કૂટવું અથવા લૌકિક ક્રિયા – કાણ

103.    મરણ પાછળ ક્રિયા કરાવવી , શ્રાદ્ધ કરવું – સરાવવું

104.    માટીની દોણી / સાંકડા મોઢાવાળો માટીનો નાનો ઘડો – ઢોચકી

105.    મડદાને અગ્નિ સંસ્કાર કરવાની જગ્યા -- સ્મશાન

106.    મૃતદેહને સ્મશાને લઈ જવાનું સાધન -- નનામી

107.    મૃતદેહને સ્મશાને લઈ જતા માણસો  -- ડાઘુ

108.    સાધુ સંતને દફનાવ્યા હોય તે જગ્યા પર કરેલી દેરી – સમાધિ

109.    માતા તરફનાં સગાંસંબંધી – માતૃપક્ષ

110.     છપ્પનિયો દુકાળ – છપના

111. તમાકુ વગેરે પીવા માટે માટીનું એક પાત્ર – ચલમ

112.     સાંઠા વગેરેને સળગાવી ટાઢ ઉડાડવાની ક્રિયા, તાપવું એ – તાપણી, તાપણું

113.     જેના ફૂલમાંથી દારૂ બને છે તે ઝાડ – મહુડો, મહુડી

114.     ચૂલામાં અગ્નિ ઉપર રાખ વાળી તેને સળગતો રાખવો – ભારવેલો

115.     જેમાં કોઈ દેવને પ્રસન્ન કરવાની શક્તિ માનેલી હોય છે એ ગૂઢમંત્ર – બીજમંત્ર

116.     સૂત્રમાં કહેવાની લેખનરીતિ – સૂત્રાત્મક શૈલી

117.     તત્વજ્ઞાનની વિચારણા રજૂ કરતો ગ્રંથ – દર્શનગ્રંથ

118.     જાણવાની ઈચ્છા – જિજ્ઞાસા

119.     મનમાં ચાલતું મંથન – મનોમંથન

120.    મામાનું ઘર – મોસાળ

121.     એકસાથે સો વસ્તુઓ, ભૂલ વિના, ક્રમમા યાદ રાખવાની શક્તિ – શતાવધાની શક્તિ

122.    એકસાથે સો વસ્તુઓ યાદ રાખવી -- શતાવધાની

123.    વિક્રમસંવતનો છેલ્લો હિન્દુ મહિનો – આસો

124.    માથા( માથે બાંધવા)નો એક પહેરવેશ – પાઘડી

125.    જે તે સ્ત્રીના પતિના મોટા ભાઈ – જેઠ

126.    પર્વતના બે ઊંચા ભાગ વચ્ચેનો સાંકડો માર્ગ – ખીણ

127.    .કુદરતી બરફથી ઢંકાયેલી – હિમાચ્છાદિત

128.    શરીરે મોટું પણ અક્કલમાં ઓછું – જડસું

129.    વહેતા પાણી માં થતું કુંડાળું – વમળ

130.    હિમાલયમાંથી નીકળતી ખૂબ ઠંડા પાણીના પ્રવાહવાળી નદી – હિમનદી

131.     રસ્તાનો જાણકાર – ભોમિયો

132.    જ્યાં જવાનું ધાર્યું હોય તે સ્થાન – ગમ્યસ્થાન

133.    અડધી ઉંમરે પહોચેલું – આધેડ

134.    હથેળીમાં દેખાતી નાની-મોટી રેખા કે લીટી જેના પરથી ભવિષ્ય ભાખવામાં આવે છે – હસ્તરેખા

135.    મુશ્કેલીથી મળે તેવું – દુર્લભ

136.    ચોક્કસ અંશવાળું – અંશી

137.    ઘર આગળની ખુલ્લી જગ્યા – આંગણું

138.    નવું આવનારું – આગંતુક

139.    કાઠિયાવાડનો ભાવનગર આસપાસનો પ્રદેશ – ગોહિલવાડ

140.    માટીની ભીંત કે ગારવાળું નાનું મકાન – ખોરડું

141.     સાંજ પછીનું ભોજન – વાળું

142.    ઘોડા,બળદ વગેરેને ખાવા માટે અપાતું અનાજ – જોગાણ

143.    ઉછળે નહિ, છતાં વેગવાળી એવી ઘોડાની ચાલ – રેવાળ/રેવાલ

144.    ઘોડો તાનમાં આવી ઉછાળ કૂદ કરે તે – હમચીખૂંદવી

145.    ઘેંટા-બકરાંનો વાડો – ઝોક

146.    અણીદાર શિંગડા વાળો ઘેંટો – શિંઘલોઘેટો

147.    મોટા અવાજે બોલવું તે – બકોરવું

148.    ઘોડે સવાર જેમાં પગ રાખે છે તે કડું – પેંગડું

149.    ઘોડાના જીન(પલાણ) ની રૂ કે ઊનની ગાદી – દળી

150.    જીન ખસી ન જાય તે માટે ઘોડાના પેટને કસીને બાંધેલો પટ્ટો – તંગ

151.     ઢોરની નીરણ માટે આડું લાકડું રાખી કરેલી જગ્યા – ગમાણ

152.    પર્વતોમાં શ્રેષ્ઠ – ગિરિવર

153.    હસાવી ખેલાવી રાજી રાખવું તે – લાડ

154.    દરિયાનો કાંઠો – સાહિલ

155.    સહન ન થઈ શકે તેવું – અસહ્ય

156.    ભાવથી ભીંજાયેલું – ભાવાર્દ્ર

157.    રફીકની આગળ વપરાતા પ્રાસ સભર શબ્દો – કાફિયા

158.    તરત જ કવિતા રચનાર – શીઘ્રકવિ

159.    આ લોકનું નથી તે – અલૌકિક

160.    સ્પૃહા વિનાનું – નિસ્પૃહ

161.     કોઈપણ વસ્તુ પ્રત્યે પ્રેમ ન હોવોતે – વિરક્ત

162.    મોક્ષની ઈચ્છા વાળું – મુમુક્ષુ

163.    માનસિક શક્તિની છટા – પ્રતિભા

164.    રસ્તાનો જાણકાર – ભોમિયો

165.    કુદરતનું સુંદર ધામ – પ્રકૃતિમંદિર

166.    રાજકારણને લગતું – રાજકાજ

167.    હેતનો ઊભરો – ઉમળકો

168.    કાળજી વિનાનું – બેદરકાર

169.    ટકી રહે તેવું – ટકાઉ

170.    હવાનું આનંદ આપતું વહેવું – લેરખી

171.    એક થઈ જવું તે – સાયુજ્ય 

pppp

 

 


No comments:

Post a Comment