Standard Maths Parirup | Blueprint | Model Paper March 2024

Standard Maths Parirup | Blueprint | Model Paper March 2024

મિત્રો બોર્ડ દ્વારા Standard Maths માટે પ્રકરણદીઠ ગુણભાર - પ્રશ્નપત્ર પરિરૂપ , મોડેલ પેપર રજૂ કરવામાં આવેલ છે.  જેનો  અભ્યાસ કરી મે સરળતા સમજી શકાય તેવી બ્લ્યુપ્રિન્ટ બનાવેલ છે . આ તમામની પીડીએફ બનાવી છે. જેનો અભ્યાસ કરવાથી માર્ચ 2024નું Board Exam Paper કેવુ હોઈ શકે તે  આપ જાતે ઈમેજીન કરી શકશો, અને એ દિશામાં મહેનત કરી શકશો.

      મિત્રો જો આપે નીચેની pdf ને તમારા મોબાઈલ/કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરવી હોય તો નીચેના વિન્ડો માં ઉપરના ભાગે જમણી સાઇડ એ એક કરો દેખાશે તેને ટચ કરીને કરી શકશો.

મારી બનાવેલ બ્લ્યુપ્રિન્ટ  :


નીચે PDF માં પેજ 1 ગુણ ભાર , પેજ 2 બ્લ્યૂપ્રિન્ટ,  પેજ 3 પ્રશ્નપત્રનું માળખું ,  પેજ 4 થી 7 મોડલ પેપર આવેલ છે:

Basic Maths Parirup | Blueprint | Model Paper

Basic Maths Parirup | Blueprint | Model Paper March2024

 Std 10

Basic Maths Parirup | Blueprint | Model Paper 2022

મિત્રો બોર્ડ દ્વારા Basic Maths માટે પ્રકરણદીઠ ગુણભાર - પ્રશ્નપત્ર પરિરૂપ , મોડેલ પેપર રજૂ કરવામાં આવેલ છે.  જેનો  અભ્યાસ કરી મે વિદ્યાર્થી સરળતાથી સમજી શકે તે મુજબની બ્લ્યુપ્રિન્ટ બનાવેલ છે , જેનો અભ્યાસ કરવાથી માર્ચ 2024નું Board Exam Paper કેવુ હોઈ શકે તે  આપ જાતે ઈમેજીન કરી શકશો, અને એ દિશામાં મહેનત કરી શકશો. પાસ થવા માટે ક્યા કયા પ્રકરણ પર ફોકસ રાખવું તે પણ નક્કી કરી શકશો.

    મિત્રો જો આપે નીચેની pdf ને તમારા મોબાઈલ/કોમ્પ્યુટર માં ડાઉનલોડ કરવી હોય તો નીચેના વિન્ડો માં ઉપરના ભાગે જમણી સાઇડ એ એક કરો દેખાશે તેને ટચ કરીને કરી શકશો.

મારી બનાવેલ બ્લ્યુપ્રિન્ટ  :


નીચે PDF માં પેજ 1 ગુણ ભાર , પેજ 2 બ્લ્યૂપ્રિન્ટપેજ 3 પ્રશ્નપત્ર પરિરૂપપેજ 4 થી 9 મોડલ પેપર આવેલ છે:

Basic Maths Parirup | Blueprint | Model Paper

નજીકના સમયમાં સ્માર્ટ વર્ક કરી સરળતાથી પાસ થવાય તે માટેનું સાહિત્ય મારા આ બ્લોગ પર મુકવામાં આવશે તો આપ તે માટે બ્લોગ ની મુલાકાત લેતા રહેજો... પરેશસર

Std 9 Science Ch-09 IMP Que

 Std 9 Science Ch-09 IMP Que

Ch – 09 : બળ અને ગતિના નિયમો (માસ-સપ્ટેમ્બર)

આ પ્રકરણ માંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તેના જવાબ સાથે અત્રે રજૂ કરેલ છે :

👇PDFને વાંચવા માટે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા જમણા કોર્નર પર આવેલ એરોને ટચ કરો 👇 


Std 9 Science Ch-08 IMP Que

 Std 9 Science Ch-08 IMP Que

Ch – 08 : ગતિ 

આ પ્રકરણ માંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તેના જવાબ સાથે અત્રે રજૂ કરેલ છે :

👇PDFને વાંચવા માટે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા જમણા કોર્નર પર આવેલ એરોને ટચ કરો 👇 

Std 9 Science Ch-06 IMP Que

 Std 9 Science Ch-06 IMP Que

Ch-06 પેશીઓ

આ પ્રકરણ માંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તેના જવાબ સાથે અત્રે રજૂ કરેલ છે :

👇PDFને વાંચવા માટે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા જમણા કોર્નર પર આવેલ એરોને ટચ કરો 👇 

Std 9 Science Ch-05 IMP Que

 Std 9 Science Ch-05 IMP Que

Ch – 5 : સજીવનો પાયાનો એકમ (માસ-જૂન)

આ પ્રકરણ માંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તેના જવાબ સાથે અત્રે રજૂ કરેલ છે :

👇PDFને વાંચવા માટે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા જમણા કોર્નર પર આવેલ એરોને ટચ કરો 👇 

Std 9 Science Ch-02 IMP Que

 Std 9 Science Ch-02 IMP Que

Ch- 02 : આપણી આસપાસનાં દ્રવ્યો શુધ્ધ છે?  (માસ-ઓગષ્ટ)

આ પ્રકરણ માંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તેના જવાબ સાથે અત્રે રજૂ કરેલ છે :

👇PDFને વાંચવા માટે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા જમણા કોર્નર પર આવેલ એરોને ટચ કરો 👇 

  

Std 9 Science Ch-01 IMP Que

 Std 9 Science Ch-01 IMP Que

Ch-01 : આપણી આસપાસમાં દ્રવ્ય

આ પ્રકરણ માંથી પરીક્ષાલક્ષી પ્રશ્નો તેના જવાબ સાથે અત્રે રજૂ કરેલ છે :

👇PDFને વાંચવા માટે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ કરવા જમણા કોર્નર પર આવેલ એરોને ટચ કરો 👇   


Std 9 Science Section B IMP (Annual Test)

 

Std 9 Science 
IMP for Annual Test

Section B

નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક  25 થી 37 ના મુદ્દાસર ઉત્તર લખો: ( પ્રત્યેકના 2 ગુણ રહેશે, કુલ ગુણ 18 ) 

(કુલ 13 પ્રશ્નો માંથી  કોઈ પણ 9 પ્રશ્નોના ઉત્તર લખો)

Ch - 01

1. નીચે દર્શાવેલા તાપમાનો ને કેલ્વિન માપક્રમમાં ફેરવો: 1. 250 C, 2. 400 C, 3. 0 C, 4. 100 C, 5. 38 C, 6. -181 C, 7. 80 C, 8. 111 C 9. 25 C , 10. 373 C

2. નીચે દર્શાવેલા તાપમાનો ને મૂલ્યોને ડિગ્રી સેલ્સિયસ માપક્રમમાં ફેરવો: 1. 273K, 2. 470K, 3. 300K, 4. 573K ,5. 293K, 6. 470K, 7. 473K, 8. 100K

3. વ્યાખ્યા આપો: ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, બાષ્પીભવનગુપ્તઉષ્મા, ગલનગુપ્ત ઉષ્મા, બાષ્પીભવન, દબાણ, ભેજ, પ્લાઝમા, ઊર્ધ્વીકરણ, પ્રસરણ 

4. નીચે દર્શાવેલા તાપમાનોએ પાણીની ભૌતિક અવસ્થાઓ કઈ હશે? 1. 25 C , 2. 0 C , 3. 100 C 

5. વૈ. કારણ આપો: 
1. ગરમ પાણી કરતાં વરાળથી વધુ દઝાય છે.
2. ઉનાળામાં સફેદ રંગના સુતરાઉ કપડાં પહેરવા જોઈએ.
3. ઉનાળામાં માટલાનું પાણી ઠંડુ હોય છે.
4. ખુલ્લી જગ્યા પર કપડા ઝડપથી સુકાઈ જાય છે.

6. ઊર્ધ્વપાતન એટલે શું ? રોજિંદા જીવનમાં વપરાતા બે પદાર્થના નામ આપો કે જેને ગરમ કરતાં ઊર્ધ્વપાતન થતું હોય?

Ch 2

1. સમાંગ અને વિષમાંગ મિશ્રણ માં વર્ગીકરણ કરો: પાણી+ખાંડ,  પાણી+મીઠુ, પાણી+આલ્કોહોલ, કાર્બનડાયસલ્ફાઇડ+સલ્ફર, દૂધ+પાણી, પેટ્રોલ +કેરોસીન , સોડા ઓફર, હવા, વિનેગર, ગાળેલી ચા,
રેતી+મીઠુ,ખાંડ+મીઠુ, પાણી+તેલ, NaCl+Fe,  ચાની ભૂકી+લોખંડનો ભૂકો, ખાંડ + સ્ટાર્ચ, લાકડું, જમીન, 

2. તત્વ, સંયોજન, મિશ્રણ માં વર્ગીકરણ કરો: 
સોડિયમ,  સિલ્વર,  ટિન, સિલિકોન , મરક્યુરી, હાઇડ્રોજન, લોખંડ, ઓક્સિજન 
કેલ્શિયમ કાર્બોનેટ, સાબુ, મિથેન, કાર્બન ડાયોક્સાઈડ, ખાંડ, મીઠું
માટી, ખાંડનુ દ્રાવણ,  કોલસો, હવા, રુધિર

3. નીચેનાને દ્રવ્યની અવસ્થા પ્રમાણે વર્ગીકૃત કરો:
ઝાડનું કાપવું, પાણી ઉકાળીને વરાળ બનાવવી, કાગળ અને લાકડાનું સળગવું, પાણીમાં ક્ષારનું ઓગળવુ. 

4. ક્રોમેટોગ્રાફીના અનુપ્રાણિત જણાવો.

5. તફાવત આપો : 1. સમાંગ મિશ્રણ  - વિષમાંગ મિશ્રણ, 2. ધાતુ- અધાતુ

6. સેન્ટ્રિફ્યુગેશન પધ્ધતિનો સિધ્ધાંત જણાવો.

Ch 03

1. સૂત્ર એકમ દળ એટલે શુ? તે આણ્વીય દળથી કેવી રીતે અલગ છે?

2. રાસાયણિક સૂત્રો લખો:
સોડિયમ ઓક્સાઇડ,  એલ્યુમિનિયમ ક્લોરાઈડ,  સોડિયમ સલ્ફાઇડ,  મેગ્નેશિયમ હાઈડ્રોક્સાઈડ,  હાઇડ્રોજન સલ્ફાઇડ,  મેગ્નેશિયમ ઓક્સાઈડ, મેગ્નેશિયમ ક્લોરાઈડ,  કોપર નાઇટ્રેટ, સોડિયમ નાઇટ્રેટ,  સોડિયમ કાર્બોનેટ , એલ્યુમિનિયમ સલ્ફેટ, એલ્યુમિનિયમ ક્લોરાઈડ, પોટેશિયમ સલ્ફેટ, કેલ્શિયમ ક્લોરાઈડ, કેલ્શિયમ કાર્બોનેટ, પોટેશિયમ નાઇટ્રેટ

3. એક મોલ એટલે શું? તેનો એવોગેડ્રો અંક સાથેનો સંબંધ દર્શાવો.

4. ડાલ્ટન ના પરમાણ્વીય સિધ્ધાંતની બે મર્યાદાઓ જણાવો.

Ch 05

1. તફાવત: વનસ્પતિ કોષ- પ્રાણી કોષ
2. વૈ. કારણ 1. કણાભસૂત્રને કોષનુ પાવર સ્ટેશન (ઉર્જાઘર) કહે છે.
                   2. લાયસોઝોમને આત્મઘાતી અંગિકા કહે છે.

Ch 06

1. પેશી એટલે શું? પેશીનાં ઉદાહરણ આપો.
2. તફાવત: 1. કાસ્થી-અસ્થી,  2. જલ વાહક પેશી-અન્ન વાહક પેઢી
3. સંયોજક પેશી વિશે ટૂંકમાં જણાવો.
3. આકૃતિ દોરો : ચેતા કોષ

Ch 09

1. વ્યાખ્યા આપો: વેગમાન, વેગ
2. તફાવત આપો: 1. વેગ-ઝડપ, 2. વેગ-વેગમાન
3. બળનો આધાત એટલે શુ? SI એકમ જણાવો.
4. વૈ. કારણ: ગતિમાન બસમાંથી એકાએક ઉતરતા પડી જવાય છે.

Ch 10

1. ગુરુત્વાકર્ષણની સાર્વત્રિક નિયમની અગત્યના જણાવો.
2. તફાવત: 1. દળ-વજન, 2. G - g
3. દબાણ એટલે શું? તેનું સૂત્ર આપો? તેનો SI એકમ જણાવો, 

Ch 11

1. ગતિઉર્જા એટલે શું ? તેના ઉદાહરણ આપો.
2. સ્થિતિઉર્જા એટલે શું ? તેના ઉદાહરણ આપો.
3. પાવર એટલે શું? તેના સૂત્ર તથા એકમ જણાવો.
4. દાખલા

Ch 12

1. તફાવત: 1.શ્રાવ્ય ધ્વનિ-અવશ્રાવ્ય ધ્વનિ, 2. સંગત તરંગ- લંબગત તરંગ 
2. ધ્વનિની પ્રબળતા એટલે શુ? તે કઈ બાબતો પર આધાર રાખે છે?


Ch 13

1. તફાવત આપો: 1. તીવ્ર રોગો-હઠીલા રોગો, 2. ચેપી રોગો-બિન ચેપી રોગો
2. બેક્ટેરિયા, વાઇરસ,  પ્રજીવ, ફૂગ થી થતા રોગોમાં વર્ગીકરણ કરો:
ટાઈફૉઈડ,  કમળો, ટી.બી., કોરોના, દાદર, ખસ,
એઈડ્સ, કોલેરા, ડેન્ગ્યુ, ન્યુમોનિયા, સ્વાઈન ફ્લુ
3. વાઈરસથી બચવાના ઉપાયો જણાવો
4. ચેપી રોગોની ઘટનાઓને ઘટાડવા માટે તમે તમારી શાળામાં શું સાવચેતી લેશો?

Ch 14 

1. ગ્રીન હાઉસ અસર શું છે? બે ગ્રીન હાઉસ વાયુઓની યાદી આપો.
2. ઓઝોન અવક્ષયની હાનિકારક અસરો લખો.
3. ઓઝોન નું મહત્વ સમજાવો
4. જીવન માટે પાણી આવશ્યક છે શાથી?

Ch 15

1. વૈ. કારણ આપો : પાકની ફેરબદલી કરવી જોઈએ 
2. તફાવત: 1.મિશ્ર પાક પધ્ધતિ- આંતર પાક પધ્ધતિ, 
3. ખરીફ પાક એટલે શું? ઉદાહરણ આપો.
4. રવિ પાક એટલે શું? ઉદાહરણ આપો.
5. આપણને અનાજ, દાળ, ફળો, શાકભાજીમાં શું મળે છે?
6. જૈવિક અને અજૈવિક પરિબળો કેવી રીતે પાક ઉત્પાદન ને નુકસાન પહોંચડે છે?
7. બૃહદ કે ગુરુ પોષક તત્વો એટ્લે શું? તેને શા માટે ગુરુ પોષક તત્વો કહે છે.
8. ખેતરમાં સેંદ્રિય ખાતર નો ઉપયોગ શા માટે કરાય છે?

Std 9 Science Section C IMP (Annual Test)

 

Std 9 Science 
IMP for Annual Test

Section C

નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક  38 થી 46 ના મુદ્દાસર ઉત્તર લખો: ( પ્રત્યેકના 3 ગુણ રહેશે, કુલ ગુણ 18 ) 

(કુલ 9 પ્રશ્નો માંથી  કોઈ પણ 6 પ્રશ્નોના ઉત્તર લખો)

Ch - 01

1. પ્રવાહી અવસ્થાના ગુણધર્મો જણાવો.
2. વાયુ અવસ્થાના ગુણધર્મો જણાવો.
3. બાષ્પીભવન પર અસર કરતા પરિબળો સમજાવો.
4. દ્રવ્યની અવસ્થાઓ શા માટે ઉદભવ છે? દ્રવ્યની અવસ્થાના પ્રકાર જણાવી ઉદાહરણ આપો.

Ch - 02

1. કલિલ દ્રાવણ ગુણધર્મો જણાવો.
2. કલિલ એટલે શું? કલિલ દ્રાવણ વર્ગીકરણ ઉદાહરણ. સાથે સમજાવો.
3. ધાતુ તત્વો અને અધાતુ તત્વોના ભૌતિક ગુણધર્મો જણાવો.

Ch 03

1. મોલ સંકલ્પના વિશે ટૂંકનોંધ લખો.
2. આણ્વીય દળ શોધવાના દાખલા 1. CO2, 2. CH3OH, 3. H2SO4, 4.NaCl, 5.NH3, 6. H2O
3. નીચે દર્શાવેલ સંયોજન નાં રાસાયણિક નામ અને તેમાં હાજર  રહેલ તત્વોના નામ જણાવો : 1. ક્વિક લાઈન, 2. હાઈડ્રોજન બ્રોમાઈડ,  3. બેકિંગ પાઉડર 

Ch 06

1. ટૂંકનોંધ: 1. લાયસોઝોમ, 2. કણાભસુત્ર,  3. કોષ કેન્દ્ર,  4. હરીતકણ,  5. કોષ દિવાલ 
2. નીચેના વૈજ્ઞાનિક નો જીવ વિજ્ઞાન માં ફાળો જણાવો: રોબર્ટ હૂક, પરકિન્જ ,શ્લેઈડન અને શ્વાન

Ch 08

1. અંતર-સમયના આલેખન ઉપયોગો જણાવો.
2. સુરેખ પથ પર ગતિ કરતા અચળ પ્રવેગી ગતિના સમીકરણો તારવો 

Ch 11

1. પદાર્થ ની ગતિઉર્જાનુ સમીકરણ તારવો 

2. પદાર્થ ની સ્થિતિઉર્જાનુ  સમીકરણ તારવો.

3. નીચેના સાધનોમાં કઈ ઉર્જાનો કઈ ઉર્જાનો રુપાંતરણ થાય છે તે જણાવો: 1. ઈલેક્ટ્રીક મોટર, 2. માઈક્રોફોન,      3. સોલર વોટર હીટર,  4. ગેસ સ્ટવ, 5. ઈલેક્ટ્રીક હીટર,  6. લાઉડ સ્પીકર,  

Ch - 12

1. અનુરણન  વિશે સમજૂતી આપો અને તેને ધટાડવા કે નિવારવાના ઉપાયો જણાવો.
2. SONAR નું પૂર્ણ નામ જણાવી તેની કાર્યવિધિ તથા ઉપયોગિતા જણાવો.
3. ધ્વનિ તરંગોના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે તે સમજાવતો પ્રયોગ લખો. 
4. ધ્વનિના ગુણક પરાવર્તનના ઉપયોગો જણાવો.
5. ટૂંકનોંધ: પિચ
6. પરા શ્રાવ્ય ધ્વનિના ઉપયોગ જણાવો.
7. વ્યાખ્યા આપો : તરંગલંબાઈ, આવૃત્તિ, આવર્તકાળ , કંપવિસ્તાર 
8. ચામાંચીડિયા કેવી રીતે પરાધ્વનિનો ઉપયોગ કરે છે 

Std 9 Science Section D IMP (Annual Test)

Std 9 Science 
IMP for Annual Test

Section D

નીચે આપેલ પ્રશ્ન ક્રમાંક  47 થી 54 ના મુદ્દાસર ઉત્તર લખો: ( પ્રત્યેકના 4 ગુણ રહેશે, કુલ ગુણ 20 )

(કુલ 8 પ્રશ્નો માંથી  કોઈ પણ 5 પ્રશ્નોના ઉત્તર લખો)

Que 35 : Ch - 4 

1. રુથરફોર્ડનો પરમાણુ નમૂનો આકૃતિ દોરી સમજાવો. આ નમૂના દ્વારા જાણવા મળતી પરમાણુની લાક્ષણિકતાઓ જણાવો.
2. રુથરફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી, આ પ્રયોગના અવલોકનો જણાવો.
3. ક્લોરીન , સલ્ફર, કેલ્શિયમ, મેગ્નેશિયમના પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવી , તેમની સંયોજકતા જણાવો . 
4. ફ્લોરીન, સોડિયમ, એલ્યુમિનિયમ, ઓક્સિજનના પરમાણુની ઇલેક્ટ્રોન રચના દર્શાવી , તેમની સંયોજકતા જણાવો . 
5. સમસ્થાનિકો વિશે ટૂંકનોંધ લખો તેમજ તેના ઉપયોગો ( અનુપ્રયોગો) જણાવો.
6. નિલ્સ બોહરનો પરમાણુનો નમૂનો સમજાવો.
7. તફાવત આપો : પ્રોટોન - ન્યૂટ્રોન 

Que 36 : Ch - 7 

1. ટૂંકનોંધ લખો : સસ્તન
2. ટૂંકનોંધ લખો : પૃથુકૃમી
3. ટૂંકનોંધ લખો : સંધિપાદ
4. ટૂંકનોંધ લખો : ઉભયજીવી 
5. ટૂંકનોંધ લખો : વિહંગ
6. તફાવત આપો : દ્વિદળી વનસ્પતિ - એક્દળી વનસ્પતિ 
7. તફાવત આપો : લીલ - ફૂગ 

Que 37 : Ch - 9 

1. ન્યુટનનો ગતિનો ત્રીજો નિયમ લખો અને તેના વ્યાવહારિક ઉદાહરણ આપો.
2. ન્યુટનનો ગતિનો બીજો નિયમ લખો અને F = ma સૂત્ર તારવો. તથા F નો એકમ જણાવો.
3. વેગમાન સંરક્ષણનો નિયમ લખો અને સાબિત કરો.  

Que 38 : Ch - 10 

1. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખો અને તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો. તેમજ સાર્વત્રિક અચળાંક G નો એકમ જણાવો, આ નિયમ સમજાવતી ઘટનાઓ જણાવો.
2. આર્કિમિડિઝનો સિધ્ધાંત આપો તેમજ તેના ઉપયોગો જણાવો.
3. તફાવત આપો : G - g
4. તફાવત આપો : દળ - વજન
5. ગુરુત્વપ્રયોગ ' g ' ના મૂલ્યમાં થતાં ફેરફારો કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? 

Que 39 : Ch - 14  

1. નાઇટ્રોજન ચક્ર 
2. કાર્બનચક્ર 
3. ઓક્સિજન ચક્ર 
4. જલચક્ર
5. જલ પ્રદૂષણની અસરો જણાવો 
6 . ભૂમિ નિર્માણ માટે જવાબદાર બાબતો સમજાવો / જૈવ - અજૈવ પરિબળોની ભૂમિકા
7. આબોહવા નિયંત્રણમાં વાતાવરણનો ફાળો સમજાવો.



 સેક્શન- C  માટે ટૂંક સમયમાં નવી પોસ્ટ કરવામાં આવશે તો બ્લોગની મુલાકાત લેતા રહેજો .........

Social Science-09 Game Show Quiz

Standard 09
Game show quiz

ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે સામાજિક વિજ્ઞાન વિષયની ગેમ શો ક્વીઝ બનાવવામાં આવેલી છે, જેનો ઉપયોગ થકી વિદ્યાર્થી જાતેજ મૂલ્યાંકન કરી શકશે, સાથે - સાથે ખોટા પડનાર જવાબ નો સાચો જવાબ જાણીને ઉપચારાત્મક કાર્ય પણ કરી શકશે.

Social Science Game show quiz : Ch- 1, 5, 6, 11, 15, 17





Ch-01

 


Ch-05 ભારત : આઝાદી તરફ પ્રયાણ


Ch-06


Ch-11 ભારતનું ન્યાયતંત્ર


Ch-15 જળ પરિવાહ


Ch-17

બ્લોગ દ્વારા શિક્ષણ - બ્લોગ દ્વારા સ્વ મૂલ્યાંકન

 બ્લોગ દ્વારા શિક્ષણ - બ્લોગ દ્વારા સ્વ મૂલ્યાંકન

ગણિત - વિજ્ઞાન - પર્યાવરણ પ્રદર્શન 

વિભાગ -3 સોફ્ટવેર અને એપ્સ 

કૃતિ નું નામ : બ્લોગ દ્વારા શિક્ષણ - બ્લોગ દ્વારા સ્વ મૂલ્યાંકન

 વિડિયો 👇

બ્લોગ દ્વારા શિક્ષણ

બ્લોગ દ્વારા સ્વ મૂલ્યાંકન

Science-09 Game show quiz

Standard 09

Game show quiz

ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષયની ગેમ શો ક્વીઝ બનાવવામાં આવેલી છે, જેનો ઉપયોગ થકી તમે જાતેજ મૂલ્યાંકન કરી શકશો, સાથે - સાથે ખોટા પડનાર જવાબ નો સાચો જવાબ જાણીને ઉપચારાત્મક કાર્ય પણ કરી શકશો.



Science : Game show quiz for Ch-5, 7, 11, 12, 13, 14, 15


Ch-05 👇


Ch-07 👇

 


Ch-11 👇


Ch-12 ધ્વનિ 👇



Ch-13 આપણે શા માટે માંદા પડીએ છીએ? 👇



Ch-14👇

Ch-15 👇

Plantable Seed Paper

Plantable Seed Paper

              ભારત સરકારના રક્ષા મંત્રાલય દ્વારા રિપબ્લિક ડે પરેડ પત્રિકા બનાવવામાં આવેલ જે તેની આગવી વિશેષતાને લીધે સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થયેલ. જેમાં મને વિજ્ઞાન- ગણિત- પર્યાવરણ પ્રદર્શન ના વિભાગ -1 ઇકો ફ્રેન્ડલી સામગ્રી માટેની કૃતિનો ટોપિક દેખાયો, અને આમ "Plantable Seed Paper : A Beautiful way to Reduce Paper"  કૃતિ માટેની મને પ્રેરણા મળી. 

        કૃતિ વિશે આપે વધુ માહિતી મેળવવી હોયતો અત્રે રજૂ કરેલ વીડિયો જરૂરથી નિહાળજો.