Gujarati-10 | વિશેષણ

  Std 10 Gujarati

ગુજરાતી વ્યાકરણ

વિશેષણ

વિશેષણ :- વિશેષ + અણ

ü  વિશેષ એટલે કે અર્થમાં વધારો કરનારું.

ü  વાક્યના સંજ્ઞા પદમાં જે અર્થમાં વધારો કરવા વપરાય તેને વિશેષણ કહેવાય.

વિશેષણનાં પ્રકારો :      (1) અર્થગત   (2) રચનાગત  (3) સ્થાનગત

(1)       અર્થગત વિશેષણ : અર્થ અનુસાર વિશેષણના કુલ સાત પ્રકાર છે.

(i)        ગુણવાચક વિશેષણ :- આ વિશેષણ વિશેષ્ય (નામ)ના રંગ, સ્વાદ, આકાર, કદ(પરિમાણ), સાદ્રશ્ય (પ્રકાર), કર્તૃત્વ વગેરે દર્શાવે છે. તેના સાત પેટાપ્રકાર અહીં આપેલા છે.

§         રંગદર્શક ગુણવાચક વિશેષણ :- નવરંગ, કાળો, શ્યામ

ð શ્યામ રંગ સમીપે ન જાવું મારે....

ð ભાગીરથીનો નવરંગ સાળુ ભેંસના છાણમાં જરણ બગડે તો આખો દિવસ બગડતો.

ð ઓઢું હું કાળો કમળો, દૂજો ડાઘ ન લાગે કોય.

ð ઊના પાણીનું તો પેલું ઊજળું હાલ્લું છે.

§         સ્વાદદર્શક વિશેષણ :- મોળું, ખાટું, ખારું, ગળ્યું, તીખું, મીઠું

ð ગોળ વિના મોળો કંસાર, મા વિના સૂનો સંસાર.

ð ખાટું દહીં છાસ બનાવવામાં વપરાય.

ð આજનું એ અમૃતમીઠું ભોજન પણ યાદ આવ્યું.

§         આકારદર્શક વિશેષણ :- ગોળગોળ, આડાઅવળા, લંબચોરસ, ત્રિકોણ,

ð ગોળગોળ ફૂંદડી ફરતાં જઈએ, ગીત ગાતા જઈએ.

ð આડાઅવળા પંથે અમે કેમ કરીને જાશું?

§         કદ(પરિમાણ) દર્શક ગુણવાચક વિશેષણ :- નાનું, આવડુંમોટું, આટલું બધું, કેટલા બધા,

ð નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર.

ð આટલું મોટું ઘર!

§         સાદ્રશ્ય (પ્રકાર) ગુણવાચક વિશેષણ :- જેવું તેવું, જેવો તેવો

ð જેવું અન્ન, તેવો ઓડકાર.

ð જેવું-તેવું કાપડ મને ન ગમે.

§         કતૃત્વદર્શક વિશેષણ :- બોલકો, સાંભળનાર

ð બોલકો છોકરો સૌને ગમે.

ð સાંભળનાર છે જ કોણ અહીં.

(ii)      સંખ્યાવાચક વિશેષણ :- આ વિશેષણ સંખ્યા દર્શાવે છે.

§         પૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણ :- બે, દસ, સોળ, ત્રણ, પચાસ, સો.

ð ખિસ્સામાંથી એક નાનું માઉથ ઓર્ગન કાઢી એણે મને આપ્યું.

ð હું તો એક નાનો સિપાહી છું.

ð પહેલે પાને એક નાનકડું વાક્ય લખ્યું છે.

ð મારા તાબામાં દસ હજાર સામંત હોત.

§         ક્રમદર્શક સંખ્યાવાચક વિશેષણ :- પહેલો, બીજો, બીજી, બીજું, વીસમું, છેલ્લા, વચ્ચે,

ð પહેલે પાને એક નાનકડું વાક્ય લખ્યું છે.

ð ઓઢું હું કાળો કમળો; દૂજો ડાઘ ન લાગે કોય.

§         અપૂર્ણાંકદર્શક સંખ્યાવાચક વિશેષણ :- દોઢ, અઢી, અડધું, પા, પોણું

ð તે દિવસે અડધો વર્ગ ગેરહાજર હતો.

ð પોણા એક વાગ્યે ટ્રેન ઉપડી.

§         સાકલ્ય સંખ્યાવાચક વિશેષણ :- પાંચેય, ચારેય, બેઉ, ત્રણેય

ð બેઉં બળિયા બાથે વળગ્યા, કૃષ્ણે કાળો નાગ નાથીયો.

ð આજે આ ત્રણે પાત્રો નથી.

§         આવૃત્તિદર્શક સંખ્યાવાચક વિશેષણ :- બેવડું, ત્રેવડું, એકવડું

§         ભિન્નતાદર્શક સંખ્યાવાચક વિશેષણ :- દરેક, પ્રત્યેક, ચાર-ચાર, છ-છ

ð એનું જાગ્રત ભાન જો દરેક માણસને હોય તો તે કાદવનો તિરસ્કાર ન કરત.

§         સમૂહદર્શક સંખ્યાવાચક વિશેષણ :- ચોકુ, દસકો, દશકો, કોડી, સદી

§         અનિશ્ચયદર્શક સંખ્યાવાચક વિશેષણ :- થોડું, ઓછું, ઝાઝું, અન્યોન્ય

(iii)     સાર્વનામિક વિશેષણ :-

§         મૂળ સાર્વનામિક વિશેષણ :- તે, પેલું, મારો.

ð તે નિશાળ.

ð પેલું પુસ્તક.

ð ટોમે ઉષ્માપૂર્વક મારો હાથ દાબ્યો.

ð આજે આ ત્રણે પાત્રો નથી.

§         જથ્થાદર્શક કે પરિમાણદર્શક સાર્વનામિક વિશેષણ :- આટલું, જેટલું, જેટલા, તેટલું, તેટલા, કેટલું.

ð આટલું દાન કોણ આપશે?

ð જેટલા દાણા મેં આપ્યા તેટલા પૈસા તેણે મને આપ્યા.

ð એણે કેટલું વજન ઊંચક્યું છે?

§         કદદર્શક સાર્વનામિક વિશેષણ :-આવડું, જેવડી, તેવડી

ð જેવડી મૂર્તિ લેવી હોય તેવડી મૂર્તિ લો.

§         સાદ્રશ્ય કે પ્રકારદર્શક સાર્વનામિક વિશેષણ :- જેવું, તેવું, એવું

ð જેવું બી વાવશો તેવું ફળ પામશો.

ð જેવો આહાર એવો ઓડકાર.

§         પ્રશ્નાર્થક સાર્વનામિક વિશેષણ :- કયો, કઈ, કયું

ð કયો મૂર્ખ આ વાત માને?

ð કઈ બાજુ જવું છે?

ð આ કયું ગામ આવ્યું?

(iv)     ક્રિયાવાચક વિશેષણ :-

§         વર્તમાનકાળદર્શક ક્રિયાવાચક વિશેષણ :-

ð બેસતું બાળક.

ð ગોવિંદ ધીમા બળતા દીવા સામે જોઈ રહ્યો છે.

§         ભૂતકાળદર્શક ક્રિયાવાચક વિશેષણ :-

ð પડેલો દડો.

§         ભવિષ્યકાળદર્શક ક્રિયાવાચક વિશેષણ :-

ð પુરુષાર્થ કરનાર માણસને ફળ અવશ્ય મળવાનું.

(v)       પરિમાણવાચક :- આ વિશેષણ માપ દર્શાવે છે. [સાર્વાનામિક વિશેષણમાં પણ આનો સમાવેશ થઇ જાય છે.]     એવડું, કેટલું, જેટલું, કેવડું, આટલું

ð આટલું બધું ઘી રેડાય?

ð હું તો એક નાનો સિપાહી છું.

ð કેટલા બધા માણસો આ ગંધાતી ચા ઢીંચે છે?

ð આછલાં કંકુ ઘોળ રે લાડી.

(vi)     પ્રકારવાચક કે રીતિવાચક :- આ વિશેષણ રીત દર્શાવે છે. [સાર્વાનામિક વિશેષણમાં પણ આનો સમાવેશ થઇ જાય છે.] એવું, તેવું, કેવું, જેવું, અવળે

ð એમ અવળે મોઢે કેમ બેઠા?

(vii)   સંજ્ઞાસાધિત વિશેષણ :- અંગ્રેજી વ્યાકરણ પ્રમાણે સંજ્ઞાવાચક કે વ્યક્તિવાચક સંજ્ઞા – Proper Noun ઉપરથી બનેલા વિશેષણો.

ð કાશ્મીરી શાલ

ð કોલ્હાપુરી ગોળ

ð કાનપુરી ચપ્પલ

ð મરાઠી ભાષા

ð ભારતીય સંસ્કૃતિ

(2)       રચનાગત વિશેષણ :- વિશેષણનું રૂપ વિશેષ્ય (નામ)ના લિંગ વચન પ્રમાણે બદલવાથી.

(i)        વિકારી કે વ્યક્તિલિંગવાચક વિશેષણ :- લિંગ પ્રમાણે ફેરફાર પામનાર વિશેષણ.

ð સારો છોકરો, સારી છોકરી, સારું છોકરું.

ð કાળો કૂતરો ભસે છે, કાળી કૂતરી ભસે છે.

ð તે છોકરો રૂપાળો છે, તે છોકરી રૂપાળી છે, તે છોકરું રૂપાળું છે.

ð પર્વત ઊંચો છે, શિખર ઊંચું છે, ટેકરી ઉંચી છે.

ð સલોની ગોરી છે, મનીષ ગોરો છે.

ð ધોળો ઘોડો દોડે છે, ધોળી ઘોડી દોડે છે.

(ii)      અવિકારી વિશેષણ :- લિંગમાં ફેરફાર થતાં ન બદલનાર વિશેષણ.

ð ચતુર પુરુષ, ચતુર સ્ત્રી, ચતુર બાળક

ð સુંદર છોકરો ભણે છે, સુંદર છોકરી ભણે છે.

ð નરેશ મહાન છે, મનિષા મહાન છે.

ð વિનુકાકા દયાળું છે, નીનાકાકી દયાળું છે.

ð કાળું મહેનતુ છે, રાજુ મહેનતુ છે.

ð મારું ખેતર સ્વચ્છ છે, મારું ગામ સ્વચ્છ છે.

ð શિવજી માયાળું છે, પાર્વતી માયાળું છે.

(3)       સ્થાનગત (સ્થાનનિયત) વિશેષણ :- વિશેષણનું સ્થાન વિશેષ્ય (નામ)ની આગળ કે પાછળ કરવાથી.

(i)        પૂર્વ અથવા અનુવાદ્ય વિશેષણ :- વિશેષ્યની પૂર્વે આવતું વિશેષણ.

ð આ રમણીય ઉદ્યાન છે.

ð આ હોંશિયાર છોકરોછે.

(ii)      ઉત્તર અથવા વિધેય વિશેષણ :- વિશેષ્યની પછી વિધેયના અંશ તરીકે આવતું વિશેષણ.

ð આ છોકરો હોંશિયાર છે.

ð તેનો સ્વર કોમળ હતો.

ð આ ઉદ્યાન રમણીય છે.

*=*=*=eduwithpareshsir=*=*=*

No comments:

Post a Comment